Nanu Vanani : ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી છે. પરંતુ આ શિસ્તબદ્ધ પાર્ટીના જ કેટલાક નેતાઓ જ ક્યારેક પાર્ટીની સામે અવાજ ઉપાડતા કે પાર્ટીની પોલ ખોલતા નજરે પડે છે. આજે પૂર્વ શિક્ષણ મંત્રી નાનું વાનાણી તેના એક લેટર બોમ્બના કારણે ખુબ ચર્ચામાં છે. આજે તેમનો એક પત્ર એટલો વાયરલ થયો છે કે જાણે રાજકારણમાં ભૂકંપ આવ્યો હોય. કારણ કે નાનું વાનાણી આમ તો ભાજપના નેતા છે. પરંતુ તેમણે ભાજપ પર જ પ્રહારો કર્યા છે. અને ક્યાંક ભાજપને પણ અરીસો બતાવ્યો છે. તેમણે સાત પાનાના લેટરમાં આકરા શબ્દોમાં ભાજપની ઝાટકણી કાઢી છે.
પત્રમાં પૂર્વ શિક્ષણ મંત્રી નાનું વાનાણીએ કહ્યું કે, ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે. વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે ભાજપને પણ એટલો જ લાગુ પડે છે. અંગ્રેજી વિદ્વાન લોર્ડ મેકોલોએ જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિને ખતમ કરીશું તો ભારત આપમેળે ખતમ થઈ જશે. જે સિદ્ધાંત રાષ્ટ્રને લાગુ પડે, તે સિદ્ધાંત ભાજપને પણ તેટલો જ લાગુ પડે. આ સિદ્ધાંત અનુસાર કોંગ્રેસના કેવા હાલ થયા, તે સૌ જાણે છે.
પત્ર મામલે નાનું વાનાણીએ શું કહ્યું ?
આ પત્ર મામલે નાનું વાનાણીએ કહ્યું કે, હું ભારતીય જનતા પાર્ટીનો એક સમર્પિત કાર્યકર્તા છું. સમર્પિત કાર્યકર્તા હોવાના નાતે પાર્ટીની ચિંતા મને હોય તે સ્વાભાવિક છે. છેલ્લા થોડાક વર્ષોમાં ભાજપમાં સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું. વિકૃત પરિવર્તન કહેવું વધુ વ્યાજબી કહેવાય. વિકૃત પરિવર્તનના લક્ષણો ભારતીય જનતા પાર્ટીમાં દેખાઈ રહ્યા છે. જે ગુજરાતની જનતા સમક્ષ મેં મૂક્યું છે. આ પત્રના માધ્યમ દ્વારા આ મુદ્દા પાર્ટી અને રાજ્યના હિત માટે મૂક્યા છે. આજ પરિવર્તન પાર્ટીમાં રહ્યું તો ભારતીય જનતા પાર્ટી સત્તામાં ટકી રહે તેવી શક્યતા ઓછી છે. વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે સિદ્ધાંત ભારતીય જનતા પાર્ટીને પણ લાગુ પડે છે.
Nanu Vanani : “ભાજપમાં કલ્ચર ડેવલોપ થયું, જો જીતા વહી સિકંદર…કશું જ જોતાં નથી”#NanuVanani #Viralvideo #SuratNews #BJPvscongress #Nirbhaynews pic.twitter.com/NX8nTv2mXz
— Nirbhaynews (@nirbhaynews1) June 21, 2025
આ પણ વાંચો : Isudan Gadhvi : વિસાવદરના પરિણામ પહેલા ઈસુદાન ગઢવીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, “ગોપાલ ઇટાલિયા જ જીતશે”
