NAFED Elections: નાફેડમાં આખરે ધીના ઠામમાં ઘી ઠર્યું ! મોહન કુંડારિયાની નાફેડની ચૂંટણીમાં બિન હરીફ જીત

May 15, 2024

NAFED Elections: નાફેડની (NAFED) ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારીયા (Mohan Kundaria) બિનહરીફ જીત્યા છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે (BJP)રાજકોટ (Rajkot) સીટ પર મોહન કુંડારિયાનું પત્તુ કાપીને પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી જેના કારણે તેમનામાં ક્યાંકને ક્યાંક નરાજગી પણ હતી. જો કે મોહન કુંડારિયાને ટિકિટ ન મળતાં આખરે તેમને સહકાર ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેમની સામે જયેશ રાદડિયાનાં નજીકના ગણાતા મોરબીનાં મગનભાઈ વડાવિયાએ પણ ફોર્મ ભર્યું હતું. જો કે, જયેશ રાદડિયા દ્વારા તેમને ફોર્મ પરત ખેંચવા માટે મનાવી લેવાયા હતા.

નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારીયા બિનહરીફ

આજે દિલીપ સંઘાણી અજય પટેલ અને જયેશ રાદડિયાની મળેલી બેઠકમાં કુંડારીયાના નામ પર સર્વ સંમતિ સધાઈ હતી. ઇફકોના વિવાદ બાદ નાફેડની ચૂંટણીમાં ઘરમેળેસમજૂતી થઈ હતી. જે બાદ બાકાની બાકીના ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ઉમેદવારી પરત ખેંચતા મોહન કુંડારિયા બનહરીફ જીત્યા છે.

ચાર દાવેદારોએ ફોર્મ પરત ખેંચ્યા

મહત્વનું છે કે, દેશની ટોચની સહકારી સંસ્થા ઇફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી હતી. જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી હતી જેના કારણે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. ત્યારે નાફેડની ચૂંટણીમાં ભાજપ વિરુધ્ધ ભાજપનો જંગ થવાના એંધાણ દેખાતા હતા. કેમકે, નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં ગુજરાતમાંથી એક બેઠક માટે મોહન કુંડારીયા, મગન વડાવીયા સહિત ભાજપ સાથે જ સંકળાયેલા 5 આગેવાનોએ ફોર્મ ભર્યા હતા. જો કે, ભાજપે મોહન કુંડરિયા બિન ફરીફ થાય તે માટે દિલીપ સંઘાણી અજય પટેલ અને જયેશ રાદડિયાની બેઠક મળી હતી. આ બેઠકમાં સર્વ સંમતી સધાતારાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને બિનહરિફ કરવાના ભાજપનાપ્રયાસો સફળ થયા છે. જો કે,
ફિક્ટોની ચૂંટણીમાં વિવાદ બાદ નાફેડની ચૂંટણીમાં મેન્ડેટ જાહેર કરવાનું ટાળું હતું.

સૌરાષ્ટ્રમાં તો સહકારી ક્ષેત્રના અગ્રણીઓની જ ચાલે !

ઉલ્લેખનીય છે કે, જયેશ રાદડિયાની ભાજપ સામે બગાવત અને ત્યાર બાદ તેમની ઈફકોની ચૂંટણીમાં જીતનો મુદ્દો ખુબ ગાજ્યો હતો.જેથી આ ચૂંટણીમાં ભાજપે ઈફ્કોવાળી ન થાય તેના માટે પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે, આ પ્રયાસ તો સફળ થયા પરંતુ સાથે સૌરાષ્ટ્રમાં તો સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ચાલે તે પણ આજે નક્કી થઈ ગયું છે.

આ પણ વાંચો : PM Modi Net Worth: ન ગાડી, ન બંગલો… આટલા કરોડના માલિક છે પીએમ મોદી! સોગંદનામામાં થયો ખુલાસો

Read More

Trending Video