Nadiad Teacher : ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, નડિયાદના શિક્ષક જાણ કર્યા વગર વિદેશમાં કરે છે જલસા

August 11, 2024

Nadiad Teacher : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. બનાસકાંઠાથી ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યા બાદ ત્યારથી રોજ એક આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના બે શિક્ષક બાદ હવે આજે વધુ એક નવા ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યો છે. ખેડાની શિક્ષિકા છેલ્લા એક વર્ષથી વિદેશ ભાગી ગયા છે. પરંતુ આ શાળામાં જ્યાં સુધી કોઈને જાણ નહોતી ત્યાં સુધી તેની હાજરી પૂરવામાં આવતી હતી. અને તેનો પગાર પણ ચાલુ હતો. પરંતુ જ્યારથી આ મામલે ખબર પડી છે. ત્યારથી તેની ગેરહાજરી પૂર્વમાં આવે છે અને તેને નોટિસ પણ પાઠવવામાં આવી છે.

બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. ખેડાના નડિયાદ (Nadiad Teacher) તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે. 1 સપ્ટેમ્બર, 2023થી તેઓ ગેરહાજર રહે છે. અમેરિકા જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધેલ નથી તેવું જાણવા મળેલ છે. સોનલબેન વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પડી રહી છે. ધો. 1 થી 8ની સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સારી બાબત છે કે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જાણ કરતા તેઓની હવે ગેરહાજરી પૂર્વમાં આવે છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને નોટિસ અપાઇ છે, પરંતુ આજ દિન સુધી સોનલબેને જવાબ આપ્યો નથી.

સરકારી રાજાઓને લઈને રાજ્ય સરકારનો નિયમ શું કહે છે ?

સરકારી કર્મચારીને વિદેશ જવા માટે પરત આવવાની શરતે કુલ 90 દિવસની રજા જિલ્લા કક્ષાએ જ મંજૂર કરવામાં આવે છે. 90 દિવસ કરતાં વધુ સમય રજા મળતી નથી. એ સિવાય અન્ય રજાઓ જેવી કે મેડિકલ સહિતની બાબતોમાં હક રજા મળતી હોય છે. જે સરકારે નક્કી કરેલી હોય છે. એ સિવાય વધુ રજા કપાત પગારથી અપાતી હોય છે. જોકે કોઈ કર્મચારી 1 વર્ષથી વધુ સમય કોઈપણ પ્રકારની મંજુરી વિના રજા ઉપર રહે તો તેને બરતરફ કરવા સુધીના પગલા ભરવાની જોગવાઈ છે. પરંતુ આ સમજોગોમાં પણ કર્મચારીને કારણ દર્શક નોટીસ આપી પ્રથમ ખુલાસો પૂછયાં બાદ જ કાર્યવાહી કરાતી હોય છે.

આ પણ વાંચોManish Sisodia : મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવતા જ એક્શન મોડમાં, વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સંભાળી

Read More

Trending Video