Mumbaiની 7 માળની કોમર્શિયલ બિલ્ડિંગ ટાઈમ્સ ટાવરમાં ભીષણ આગ લાગતા દોડધામ, ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે

September 6, 2024

Mumbai Times Tower Building Fire: મહારાષ્ટ્રની (Maharashtra) આર્થિક રાજધાની લોઅર પરેલ વેસ્ટ (Lower Parel West) સ્થિત ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં (Times Tower building) આજે સવારે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 9 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. BMC અનુસાર, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, અને રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી.

મુંબઈમાં ટાઈમ્સ ટાવરમાં લાગી આગ

ટાઈમ્સ ટાવર પરેલ પશ્ચિમમાં 7 માળની કોમર્શિયલ ઈમારત છે. BMCના જણાવ્યા અનુસાર, લોઅર પરેલના કમલા મિલ સંકુલમાં સ્થિત ટાઈમ્સ ટાવરમાં સવારે 6.30 વાગ્યે આગ લાગી હતી. ફાયર ફાઈટરોએ જણાવ્યું કે આગ કાબૂમાં છે, પરંતુ હજુ પણ વાયર અને એસીમાં આગના કારણે ઘણો ધુમાડો છે. ધુમાડો ઓછો થયા બાદ શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ કોઈ અંદર ફસાયું નથી. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે.

ફાયર બ્રિગેડની  ટીમો ઘટના સ્થળ પર

ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા માટે ઝડપથી કામ કરી રહી છે. હાલ આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડિંગના ઉપરના ભાગમાં લાગી હતી. ફાયર વિભાગના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બિલ્ડીંગમાં ઘણી ઓફિસો અને અન્ય ધંધાકીય પ્રવૃતિઓ ચાલે છે, તેથી પરિસ્થિતિને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

BMCએ આપ્યું નિવેદન

BMCએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આગ પર કાબૂ મેળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. બચાવ પ્રયાસમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં, અને બિલ્ડિંગ ઉંચી હોવાથી ફાયર કર્મચારીઓને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સમય લાગી શકે છે.

આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને આસપાસના લોકોમાં ભયનો માહોલ છે. જોકે, વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને ખાતરી આપી છે કે આગ પર વહેલી તકે કાબૂ મેળવી લેવામાં આવશે. સ્થિતિ સ્પષ્ટ થતાં વહીવટીતંત્ર દ્વારા વધુ માહિતી આપવામાં આવશે.

આ પણ વાંચો :  યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યના પુત્રની કારને નડ્યો અકસ્માત, માંડ માંડ બચ્યો જીવ

Read More

Trending Video