Mumbai Building Collapse: નવી મુંબઈમાં મોટી દુર્ઘટના,ત્રણ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા

July 27, 2024

Mumbai Building Collapse:મહારાષ્ટ્રના  (Maharashtra) નવી મુંબઈમાં (Mumbai) ત્રણ માળની ઈમારત ‘ઈન્દિરા નિવાસ’ ધરાશાયી (Building Collapse) થઈ છે. ઈમારત ધરાશાયી થતા ઈમારતના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ NDRF, મુંબઈ પોલીસ, ફાયર વિભાગ અને પાલિકાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.

નવી મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી

ઉલ્લેખનીય છે કે મુંબઈને અડીને આવેલા નવી મુંબઈના શાહબાઝ ગામમાં આવેલી ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. શાહબાઝ ગામ નવી મુંબઈના CBD બેલાપુર વિસ્તારમાં આવેલું છે. ઈમારતનું નામ ‘ઈન્દિરા નિવાસ’ હોવાનું કહેવાય છે. આ ઈમારત 3 માળની હતી. ફાયર બ્રિગેડે જણાવ્યું કે આ ઘટના આજે (શનિવાર, 27 જુલાઈ) સવારે 4:35 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં બે લોકો દટાયા હોવાની આશંકા છે.

ફાયર બ્રિગેડના જવાનો અને NDRFના જવાનો સહિત પોલીસ ઘટનાસ્થળે

અકસ્માત થતા પહેલા જ ઈમારતમાં રહેલા તમામ લોકો બહાર આવી ગયા હતા. તે જ સમયે, બે લોકો માટે બહાર આવવામાં વિલંબ થયો, જેના કારણે એવી આશંકા છે કે તેઓ કાટમાળ નીચે દટાયા છે.  જેથી બચાવ માટે ફાયર બ્રિગેડના જવાનો અને NDRFના જવાનો સહિત પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચ્યા છે.

2 લોકોને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

નવી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું હતું કે, “આ ઈમારત આજે સવારે 5.00 વાગ્યા પહેલા ધરાશાયી થઈ હતી. આ સેક્ટર-19, શાહબાઝ ગામમાં આવેલી G+3 બિલ્ડીંગ છે. આ 3 52 લોકો બહાર આવ્યા હતા. 3 માળની ઈમારતમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ 2 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

બિલ્ડિંગ માલિક સામે પગલાં લેવાશે

તેમણે વધુમાં કહ્યું, “એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. જે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ હોસ્પિટલમાં છે અને તેમની હાલત સ્થિર છે. બિલ્ડિંગ 10 વર્ષ જૂની છે. હવે તપાસ ચાલી રહી છે. કરવામાં આવી રહી છે, બિલ્ડીંગની માલિકી ધરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.”

આ પણ વાંચો : Gujarat Weather Update:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ આ વિસ્તારમાં નોંધાયો વરસાદ

Read More

Trending Video