Mumbai : મુંબઈના (Mumbai) ધારાવીમાં (Dharavi) ગેરકાયદે મસ્જિદ પર BMCની કાર્યવાહીથી તણાવ ફેલાયો છે. મુસ્લિમ સમુદાયે BMCની કાર્યવાહીના વિરોધમાં રોડ બ્લોક કરી દીધો છે. આ દરમિયાન કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનને ટોળાએ તોડફોડ કરી હતી.
BMCની ટીમ 25 વર્ષ જૂની મસ્જિદ તોડવા માટે ધારાવી પહોંચી
મસ્જિદના ગેરકાયદે ભાગને તોડવા માટે BMCના અધિકારીઓ અહીં પહોંચ્યા છે. BMCની કાર્યવાહી પહેલા મુસ્લિમ સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થયા હતા. હાલ પોલીસ અધિકારીઓ લોકોને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમજ મસ્જિદ પર કાર્યવાહી કરવા BMC અધિકારીઓ પહોંચ્યા બાદ ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા
મુંબઈના ધારાવીમાં મસ્જિદના ગેરકાયદેસર ભાગ સામે કાર્યવાહી થવાની છે. બીએમસીના અધિકારીઓ કાર્યવાહી કરવા માટે આજે સવારે જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. BMCની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. BMCની કાર્યવાહી પહેલા મુસ્લિમ સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં મસ્જિદ પાસે એકઠા થયા હતા. તમને જણાવી દઈએ કે BMC અધિકારીઓએ સૌથી પહેલા ધારાવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આ પછી બંને સમુદાયના લોકોએ એકબીજા સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન ધારાવી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ઘટનાસ્થળે પહોંચીને લોકોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી
આ દરમિયાન મિલિંદ દેવરા અને કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓએ આ કાર્યવાહી રોકવા માટે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. બંને નેતાઓએ સીએમ સાથે કાયદો અને વ્યવસ્થા પર વાત કરી અને સીએમને આ મામલે દરમિયાનગીરી કરવા કહ્યું. તેમણે સીએમને BMCને સૂચના આપવા પણ કહ્યું છે. બંને નેતાઓ સીએમને મળ્યા હતા અને સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો : તિરુપતિ મંદિર લાડુ વિવાદ વચ્ચે VHPની માંગ,કહ્યું- આંધ્ર પ્રદેશ સરકાર મંદિરનું સંચાલન …