મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણા વિધાનસભાની ચૂંટણીની મતગણતરીચાલી રહી છે. દિલ્હી અને પંજાબ બાદ હિંદી બેલ્ટના આ રાજ્યોમાં જનાધાર મેળવવા માટે આમ આદમી પાર્ટી પણ આ રાજ્યોમાં ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. AAP એ આ ત્રણ રાજ્યોમાં 200 થી વધારે સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યાં હતા.
ફાયદો નહી
અરવિંદ કેજરીવાલસ, ભગવંત માને રેલી રોડ શો કર્યાં જોકે ચૂંટણી પરિણામમાં પાર્ટીએ કોઈ ખાસ છાપ છોડી નહી. આમ આદમી પાર્ટીએ મધ્યપ્રદેશમાં 70થી વધારે સીટો પર, રાજસ્થાનમાં 88 અને છત્તીસગઢમાં 57 સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યાં હતા. કેજરીવાલે દિલ્હી પંજાબની જેમ જ આ રાજ્યોમાં ફ્રી વિજળી પાણી અને શિક્ષણના વચનો આપ્યા હતા. અનેક રેલી રોડ શો કર્યાં છતાં તેનો કોઈ ફાયદો મળ્યો નહી.
જનાધાર
આમ આગમી પાર્ટીને આ રાજ્યોમાં એક પણ સીટ મળી નહી. મોટા ભાગની સીટો પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. આમ આદમી પાર્ટીએ તેલંગણામાં પોતાના ઉમેદવારો ઉતાર્યાં નહોતા. ચૂંટણીપંચ અનુસાર આમ આદમી પાર્ટીને છત્તીસગઢમાં 0.97%, મધ્યપ્રદેશમાં 0.42% અને રાજસ્થાનમાં 0.37% મત મળી રહ્યાં છે.