Narmada ના રાજકારણ ફરી ગરમાવો, ચૈતર વસાવાના આક્ષેપનો મનસુખ વસાવાએ આપ્યો સણસણતો જવાબ

September 21, 2024

Narmada: નર્મદા (Narmada) જિલ્લામાં ચૈતર વસાવા (Chaitar Vasava) અને મનસુખ વસાવા ( Mansukh Vasava) ફરી એક વાર આમને સામને આવ્યા છે. નર્મદા જિલ્લામાં સવિધાઓનો અભાવ હોવાની વાત સાથે ચૈતર વસાવાએ પોસ્ટ મુકતા સાંસદ મનસુખ વસાવાએ તેનો જવાબ આપ્યો છે. હેડ ઓફિસમાં ટેકનીશિયનનો સસ્પેન્ડ કરતા આમ થયુ છે. હવે રાજપીપળાથી ટેકનિશિયન મુકવામાં આવ્યો છે અને કામ ચાલી રહ્યુ છે. સરકારને બદનામ કરવા આવી પોસ્ટ કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

ચૈતર વસાવાનો આક્ષેપનો મનસુખ વસાવાએ આપ્યો જવાબ

ચૈતર વસાવાએ પોસ્ટ કરીને જણાવ્યુ હતુ કે, ડેડિયાપાડામાં આધારકાર્ડ કાઢવા માટે લોકો આખી રાત બેસી રહે છે. પરંતુ તેમને અહીં કોઈ પણ સુવિધા મળતી નથી.  દેશમાં ડિજિટલ ઈન્ડિયા અને ગુજરાત મોડલના નામે ઢંઢોરો પીટી રહી છે. ત્યારે સત્ય એ છે કે આઝાદીના સાત દાયકા પછી પણ આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓ ઉપલબ્ધ નથી. નર્મદાના દેડિયાપાડા તાલુકામાં લોકોને નવા આધાર કાર્ડ અપડેટ કરવા અને બનાવવા માટે મામલતદાર કચેરીના પટાંગણમાં રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી રહી છે.

ચૈતર વસાવાએ આજે પણ કરી પોસ્ટ

વધુમાં આજે પણ ચૈતર વસાવાએ એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે અગાઉ આ મામલે કલેક્ટરને રજુઆત કરી હતી તે પત્ર પણ પોસ્ટ કર્યો છે અને જણાવ્યું હતુ કે, ગતરાત્રી એ કેટલાક વાલીઓ આધારકાર્ડ અપડેટ માટે બાળકો સાથે મામલતદાર કચેરી ડેડીયાપાડા ખાતે રાત્રી રોકાણ કરી હતી.અગાઉ તા.30/08/2024 ના રોજ કલેકટર શ્રી નર્મદા ને આધાર કાર્ડ અપડેટ માટે કેન્દ્રો ચાલુ કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્રના નિષ્કાળજીના કારણે નિરાકરણ નથી આવ્યું. આ  સાથે તેમણે જે લોકો રાત્રી રોકાણ કર્યુ હતુ તેમના વીડિયો પણ પોસ્ટ કર્યા છે.

મહત્વનુ છે, ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર પોતાના વિસ્તારના લોકોને પડી રહેલી હાલાકીને લઈને મેદાનમાં આવ્યા છે. અને સરકાર પર પ્રહાર કરી રહયા છે ત્યારે મનસુખ વસાવાને  પણ તેનો જવાબ આપવાની ફરજ પડી હતી . જેને લઈને ફરી એક વાર મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને આવ્યા છે.

આ પણ વાંચો :  Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની ગોળી મારી હત્યા, ગામના જ બે શખ્સોએ કર્યું ફાયરિંગ , જાણો સમગ્ર મામલો

Read More

Trending Video