લો બોલો ! પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર થતા કામને રોકવા માટે સાંસદને ટ્વિટ કરીને અધિકારીનું ધ્યાન દોરવું પડે, મનસુખ વસાવા બરાબરના બગડ્યાં

February 26, 2025

MP Mansukh Vasava : ગુજરાતમાં અને કેન્દ્ર બંને માં ભાજપ સરકાર (BJP government) છે. માટે આપણે કહી શકીયે કે ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર છે. ત્યારે ડબલ એન્જીનની સરકારમાં તો ભાજપના ધારાસભ્ય અને સાંસદ ના કામ 100% થવા જોઈએ. અને પોતાના વિસ્તારમા થતા ગેરકાયદેસર કામ તેમણે તાત્કાલિક ધોરણે બંધ કરાવા જોઈએ. ત્યારે ભરૂચ થી સાંસદ મનસુખ વસાવાએ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમને ગેરકાયદેસર થતા કામને રોકવા માટે સરકારી અધિકારીનું ધ્યાન દોરવા કહ્યું છે.

સાંસદ મનસુખ વસાવાએ ટ્વિટમાં શું કહ્યું

મનસુખ વસાવાએ ટ્વિટમાં લખ્યું કે, ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક પડવાણીયા પંચાયત ડમલાઈ ગામે છેલ્લા એક અઠવાડિયાથી સિલિકા તથા અન્ય ખનિજની ચોરી રાત્રિના ૫૦ થી ૬૦ ડમ્પરો દ્વારા થાય છે. જેના કારણે સરકારનું લાખો રૂપિયાનું નુકશાન થાય છે. આ ખનિજ ચોરીમાં ઝઘડિયા પ્રાંત, મામલતદાર, ખાણ ખનિજ વિભાગ, પડવાણીયા પંચાયત, રાજપારડી પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત થી બેફામ પ્રકારે ચોરી થાય છે. આ બાબતે તાત્કાલિક ધોરણે ચોરી અટકાવવા હું જવાબદાર અધિકારી ઝઘડિયા પ્રાંતનું ધ્યાન દોરું છું.

મનસુખ વસાવા 6 વખતથી ભરૂચ થી સાંસદ છે. ત્યારે તેઓ તો ગેરકાયદેસર કામ તો તાત્કાલિક ધોરણે ગમે ત્યારે રોકી શકે છે. ત્યારે ટ્વિટ કરીને તેઓ લોકોને બતાવા માંગે છે, કે હું પણ લોકો માટે કામ છુ.

આ પણ વાંચો : વિંછીયામાં કોળી યુવાનો પર કેસ થવા મામલે કોળી સમાજ આકરા પાણીએ ! મહાસંમેલન પહેલા કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરે આપ્યું મોટુ નિવેદન

Read More

Trending Video