સુનિતા વિલિયમ્સની વાપસી પર ગેનીબેન ઠાકોરએ વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું ?

March 19, 2025

Geniben Thakor on Sunita Williams’ return : ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર 9 મહિના પછી આજે બુધવારે પૃથ્વી પર પાછા ફર્યા છે. બધા અવકાશયાત્રીઓએ પૃથ્વી પર સફળ ઉતરાણ કર્યું છે. આખી ટીમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. નાસાએ એક પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર મિશનને સફળ જાહેર કર્યું છે. નાસાએ કહ્યું કે બધું જ યોજના મુજબ થયું અને બધા અવકાશયાત્રીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.ત્યારે સુનિતા વિલિયમ્સની વાપસી પર સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્ચું છે.

સુનિતા વિલિયમ્સની વાપસી પર ગેનીબેન ઠાકોરએ વ્યક્ત કરી ખુશી

ગેનીબેન ઠાકોરે કહયું કે, સુનિતા વિલિયમ્સે ભારતનું અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે અને તેમને વિજ્ઞાન ક્ષેત્રે દેશ અને દુનિયાને મોટી ભેટ આપી છે.સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશનમાં ફસાયેલા હતા ત્યારે આખી દુનિયા તેમના માટે ચિંતિત હતી. ત્યારે તેઓ સહીસલામત રીતે પરત આવ્યા છે ત્યારે સમગ્ર ભારતની ચિંતા દૂર થઈ છે. આ સાથે તેમણે કહ્યુ કે, ભગવાનને પ્રાથના કરીએ કરે, સુનિતા વિલિયમ્સ જેવા અવકાશયાત્રીઓને કામ કરવાની શક્તિમાં ભગવાન અનેક ઘણો વધારો કરે આવા વૈજ્ઞાનિકો આવનાર વૈજ્ઞાનિકો માટે પણ પ્રેરણારુપ છે. આમ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરએ પણ સુનિતા વિલિયમ્સની વાપસી પર ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :  ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરીશું : મંત્રી મુકેશ પટેલ

Read More

Trending Video