Surendranagar માં હડકાયા શ્વાનનો આતંક, ભોગ બનનારની સંખ્યા 100 ને પાર

કેસોની સંખ્યા વધતા સીવીલ હોસ્પિટલમાં શ્વાન કરડવા અંગેનો સારવાર આપવા માટેનો સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામા આવ્યો છે.

September 27, 2023

Surendranagar News : સુરેન્દ્રનગર શહેરમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. હડકાયા શ્વાનોએ 100થી વધુ લોકોને ભોગ બનાવ્યા છે. જેને કારણે શહેરની હોસ્પિટલોમાં હડકવાની રસી ખૂટી પડતા સારવારમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવામા આવી રહ્યુ છે. શ્વાનના આતંકથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને તંત્રને આ મામલે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનનો આતંક

પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગર (Surendranagar) શહેરમાં રખડતા શ્વાને 100થી વધુ લોકોને બચકા ભર્યા છે. કેસોની સંખ્યા વધતા સીવીલ હોસ્પિટલમાં શ્વાન કરડવા અંગેનો સારવાર આપવા માટેનો સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામા આવ્યો છે. તેમજ સિવિલ સર્જન હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અને હોસ્પિટલમાં રજા પર ગયેલો સ્ટાફ પણ બોલાવી લેવામાં આવ્યો છે. રખડતા શ્વાનનો ભોગ બનનાર મોટાભાગના નાના બાળકો છે.

તંત્ર દ્વારા કાર્યવાહીની સ્થાનિકોની માગ

એક તરફ શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે બીજી તરફ પાલિકા તંત્ર પણ હડકાયા શ્વાનને પાંજરે પુરવામાં નિષ્ફળ નીવળી છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો શ્વાનને તાત્કાલિક પકડવાની માંગ કરી રહ્યા છે. રખડતા શ્વાનનો આતંક વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Read More

Trending Video