Morbi: ગુજરાતમાં (Gujarat) મહિલા સુરક્ષાની (women’s safety) મોટી મોટી વાતો કરવામા આવે છે પરંતુ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે અનેક વખત સવાલો ઉભા થયાં છે. રાજ્યમાં મહિલાઓ પર થતા અત્યાર (Crimes against women) ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે આજે રાજ્યમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે માટેલ ખોડીયાર ધામની (Matel Khodiyar Dham) ઓફિસનો હોવાનું કહેવામા આવી રહ્યું છે. જેમાં માટેલ ખોડીયાર ધામની ઓફિસમાં જ બે યુવતિઓને બેરહેમીથી માર મારવામા આવી રહ્યો છે.
માટેલ ખોડીયાર ધામની ઓફિસમાં જ બે યુવતિઓને માર માર્યો વીડિયો વાયરલ
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક યુવાનો બે યુવતીઓને પકડીને બેરહેમીથી માર મારી રહ્યા છે. આ સાથે તેઓ પૂછી રહ્યા છે કે, ફોન ક્યાં મુક્યો છે. ત્યારે આ યુવતી રડતા રડતી કહી રહી છે કે, તેને ફોન નથી લીધો. જો કે આ લોકો યુવતીઓની વાત સાંભળતા નથી અને લાકડી વળે માર મારી રહ્યા છે. તેમજ યુવતીઓ પર હાથ ઉપાડી રહ્યા છે.
વાયરલ વીડિયો અંગે સરપંચે કર્યો ખુલાસો
પ્રાપ્ત જાણકારી મુજબ વાંકાનેર તાલુકામાં આવેલ ખોડીયાર માતાજીના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલ ગામમાં જ દીકરીઓ પર અત્યાચારનો વિડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો માટેલ ખોડીયાર ધામની ઓફિસનો હોવાનું કહેવામા આવી રહ્યું છે. જેમાં મોબાઈલ ચોરી કરી હોવાના કારણે આ યુવતીઓને માર મારવામા આવ્યો હોવાનું સરપંચે જણાવ્યુ છે.સરપંચના કહેવા મુજબ આ વીડીયો 2વર્ષ જુનો છે પરંતુ હાલ બહાર આવેલ છે. ત્યારે આ વીડિયો સામે આવતા સવાલ તે થાય છે કે આ યુવતીઓએ મોબાઈલની ચોરી કરી હોય તો પણ યુવતીઓને બેરહીમીથી માર મારવાનો હક આ યુવાનોને કોને આપ્યો ? સત્યની જાણ થયા વગર આવી રીતે કોઈ પણ સ્ત્રી પર અત્યાતચાર કરવો કેટલો યોગ્ય ? જ્યાં એક તરફ માતાજીની પુજા કરવામા આવે છે તે જ ધામમાં દિકરીઓ પર અત્યાર આવો અત્યાચાર થાય તો શરમની વાત કહેવાય જો કોઈએ ચોરી કરી પણ હોય તો તેને માર મારવોનો હક તેમને કોને આપ્યો ? ત્યારે આ વીડિયો વાયરલ થયા બાદ શું આ નરાધમો પર કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠી છે.