Morbi: નિર્માણાધીન મેડિકલ કોલેજની બિલ્ડીંગનો સ્લેબ તૂટયો, 4 શ્રમિકો ઘાયલ, 1 નું રેસ્ક્યુ ચાલું

March 9, 2024

Morbi:  મોરબીના શનાળા ગામ નજીક રાજકોટ હાઈવે પર બની રહેલ નવી મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે.  એક અધિકારીએ કહ્યું કે આ ઘટના ગઇકાલે મોડી રાતે બની હતી. જેમાં સ્લેબ તૂટી પડતા કામ કરી રહેલા 4 જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. ઘટના બાદ જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મેડિકલ કોલેજની બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી

પ્રાપ્ત જાણકારી મુજબ મોરબીના શનાળા ગામ નજીક નવી મેડિકલ કોલેજ નિર્માણ પામી રહી હોવાથી આજે ભરતી વેળાએ સ્લેબ તૂટી પડ્યો હતો જેના કારણે અહાી કામ કરી રહેલા કેટલાક શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાને પગલે અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને આ અંગે જાણ થતા તંત્રમાં દોડધામ મચી હતી અને તુરંત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. રેસ્ક્યૂ ઓપરેશનમાં 4 પૈકી 3 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એક શ્રમિક હજુ પણ દટાયેલો હોવાથી તેના રેસક્યું માટે પ્રયાસ હાથ ધરવામા આવ્યા છે.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઘટના સ્થળે પહોંચ્યા

આ અંગેની જાણ થતાં જ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યુ કે, આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પણ બેદરકાર વ્યક્તિને છોડવામાં નહિ આવે.

Read More

Trending Video