Morbi: ગઈકાલે હળવદ (Haḷavada) નજીકબે શખ્સોએ યુવાધન બરબાદ થાય અને નશાને રવાડે ચડે તેવા મેફેડ્રોન ડ્રગ્સ (Mephedrone drugs) સાથે ઝડપાયા હતા. ત્યારે ડ્રગ્સ સાથે પકડાયેલ એક આરોપી અહેમદ સુમરા (Ahmed Sumra) મોરબી નગર પાલિકાનો (Morbi Nagar Municipality) કોન્ટ્રાક્ટર અને ભાજપના મોટા નેતાઓની નજીકનો માણસ માનવામાં આવે છે આ આરોપીના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા (Kanti Amritiya) સાથેના ફોટા વાયરલ થયા છે. આ એક નહીં પરંતુ અનેક ફોટા છે જેમાના એક ફોટામાંતો કાંતિ અમૃતિયા આરોપીના ખભા પર હાથ રાખીને વાત કરતા જોવા મળી રહ્યા છે આ ફોટો વાયરલ થતા કાંતિ અમૃતિયાની સામે સવાલો ઉઠ્યા હતા ત્યારે ડ્ર્ગ્સ માફિય સાથે કનેક્શનની વાત વહેતી થતા હવે કાંતિ અમૃતિયા સામે આવ્યા છે અને ફોટા અને ડ્ર્ગ્સ માફિયા સાથે તેમના કનેક્શનને લઈને ખુલાસો કર્યો છે.
ડ્રગ્સ માફિયા સાથે કનેક્શનને લઈને કાંતિ અમૃતિયાએ કર્યો મોટો ખુલાસો
કાંતિ અમૃતિયાએ કહ્યું કે, જાહે્ર જીવનના 35 વર્ષમાં ક્યારેય પણ ખોટા તત્વો સાથે નથી બેઠતો. અમારી સાથે પોટો પડાવવા માટે આવતા હોય અને ખબર ન હોય તેઓ કોણ છે. કોઈ પણ ખોટા માણસ જે બે નંબરના ધંધા કરતા હોય તેમની સાથે હુ કોઈ પણ પ્રકારનું સેટલમેન્ટ કરતો નથી કરતો હુતેની સાથે કોઈ પણ બાંધ છોડ નથી કરતો . અમારી સાથે ફોટા પડાવે તે બધા અમારા ભાઈબંધ ન હોય તે મારો કોઈ ભાઈબંધ નથી આ ફોટો વાયરલ થયા પછી મે એસ પી સાહેબને કડક હાથે કામ લેવાની સુચના આપી છે.અમારી સાથે ફોટા પડાવીને ખોટી રીતે તેનો દુરુપયોગ કરાતો હોય તે અમે ચલાવી નહીં લઈએ. આ કોઈ અમારા મિત્ર નથી અને મોરબીમાં આવા કોઈ પણ ખોટા ધંધા ચાલતા હશે અમે તેના માટે કડક છીએ અને કડક રહેશું.
કાંતિ અમૃતિયા પોતાનો લુલો બચાવ કર્યો !
કાંતિ અમૃતિયાએ કહ્યું કે, તેમની સાથે અનેક લોકો ફોટા પડાવતા હોય છે તેમને ખબર નથી હોતી કે , તેઓ કોણ છે પરંતુ આ આરોપીનો કાંતિ અમૃતિયા સાથેનો જે ફોટો છે તે જોતા લાગતું નથી કે, તેઓ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા હોય આ ફોટોમાં કાંતિ અમૃતિયા જાણે આરોપીના મિત્ર હોય તેવી રીતે વાત કરતા જોવા મળી રહ્યા છે. તેમજ એક ફોટોમાં અહેમદ સુમરા નામના આરોપી ભાજપનો ખેસ પેહરીને મોરબીનાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે જોવા મળી રહ્યો છે. તેમજ આરોપી એક ફોટામાં ભાજપની ઓફિસમા જોવા મળી રહ્યો છે. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આવી રીતે ફોટો પડાવે ? અહીં સાફ સાફ લાગી રહ્યું છે કે, પોતાનું નામ સામે આવતા કાંતિ અમૃતિયા પોતાનો લુલો બચાવ કરી રહ્યા છે હવે સાચી તપાસ થાય તો જ સામે આવે કે, ખરેખર આ આરોપીનું કાંતિ અમૃતિયા સાથે કોઈ કનેક્શન છે કે નહીં…
આ પણ વાંચો : મોરબીથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા ડ્રગ્સ માફિયાનું ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે ખાસ કનેક્શન