Morbi bridge tragedy : Oreva ના માલિક Jaysukh Patel ની મુશ્કેલી વધી, જાણો

હાઇકોર્ટમાં SITનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો

October 10, 2023

ગત તા. 30મી ઓક્ટોબરના રોજ મોરબીમાં (Morbi) આવેલી મચ્છુ નદી પર આવેલો ઝુલતો (Bridge) પુલ તુટી પડતા મોટી હોનારત (Tragedy) સર્જાઈ હતી. સાંજના સમયે મોટી સંખ્યામાં મુલાકાતીઓને સંચાલકો દ્વારા બ્રીજ પર જવા દેતા નબળો પુલ તુટી પડ્યો હતો અને આ મોટી હોનારતમાં 135 લોકોના મોત થયાં હતા જેમાં મહિલાઓ અને કુમળીવયના બાળકો પણ હતા.

Oreva company Jaysukh Patel s troubles increased
2022 Morbi bridge collapse

જયસુખ પટેલ જેલમાં

મોરબીના ઝુલતા પુલમાં (Morbi bridge) ક્ષમતા કરતા વધારે લોકોને જવા દેવામાં આવતા આ પુલ તુટ્યો હતો. મોરબી નગરપાલિકાએ (Morbi Municipality) આ પુલની સારસંભાળની જવાબદારી ઓરેવા કંપનીને (Oreva Company) સોંપી હતી. પુલ નબળો હોવા છતાં તેને સામાન્ય નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આના માટે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ જેલમાં છે.

Oreva company Jaysukh Patel s troubles increased
2022 Morbi bridge collapse

135 લોકોની હત્યા

જેલમાં બહાર નિકળવા હવાતિયા મારી રહેલા ઉદ્યોગપતિ જયસુખ પટેલની (Jaysukh Patel) મુશ્કેલી વધવાની છે કારણ કે, મોરબી પુલ દુર્ઘટનાની તપાસ માટે SIT નું ગઠન કરવામાં આવ્યું હતું. SIT એ મોરબી પુલ દુર્ઘટના પોતાનો રિપોર્ટ આજે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યો છે. જેમાં આરોપી સામે 302 લગાવવાની ભલામણ કરવામાં આવી છે.

SIT રિપોર્ટમાં થયા ખુલાસા

  • બ્રીજ સામાન્ય લોકો માટે શરૂ કરતા પહેલા કોઈ ફીટનેસ રિપોર્ટ નહોતો તૈયાર કર્યો
  • બ્રીજ પર લોકોની કેપેસિટીની કોઈ સંખ્યા નક્કી નહોતી કરાઈ
  • બ્રીજ પર સુરક્ષાકર્મી અને સુરક્ષાના સંસાધનનો અભાવ, કંપનીના એમડી, મેનેજર જવાબદાર
  • ટિકિટ વેચવા પર પ્રતિબંધ નહોતો, કંપનીએ નગરપાલિકાને કન્સલ્ટ નહોતું કર્યું
Oreva company Jaysukh Patel s troubles increased
Gujarat Highcourt

મોરારી બાપુનું નિવેદન અને વિવાદ

જણાવી દઈએ કે, મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ખાતે મોરારી બાપુની (Morari Bapu) રામકથાનું આયોજન થયું હતું જેમાં મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કરેલા એક નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. મોરારી બાપુએ કથિત રીતે આરોપીઓની હિમાયત કરી હતી. આરોપીઓના બાળકો સરખી દિવાળી ઉજવે તેવું કંઈ થાય તેમ કોઈ પિડીત પરિવારના સભ્યએ મોરારી બાપુને કહ્યું હોવાની વાત કરી હતી. મોરારી બાપુની આ વાતને ટ્રેજેડી વિકટીમ એસોસીએશન મોરબીએ (Morbi Tragedy Victims Association) વખોડ્યુ હતું અને આ નિવેદન વાહિયાત ગણાવ્યું હતું.

Read More

Trending Video