Morbi Bridge Collapsed : મોરબી પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પીડિતોએ મુખ્યમંત્રીને (CM Bhupendr patel) પત્ર લખી મોરબી જિલ્લા જેલ તંત્ર (Morbi District Jail System) ઉપર સવાલ ઉઠાવ્યા છે. મોરબી પુલ દુર્ધટનાના આરોપી અને ઓરેવા ગ્રુપના (OrevaGroup) માલિક જયસુખ પટેલને (Jaisukh Patel) લઈને જેલમાં VIP સુવિધા (VIP facility) મળતી હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે.
પીડિતોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અને જેમાં મોરબી જેલ તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવવામા આવ્યા છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે જયસુખ પટેલ રાજકીય વગ ધરાવે છે જેથી જયસુખ પટેલને વીઆઈપી ગાડીમાં બાર લાવવા લઈ જવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સ્થાનિક અધિકારી અને જેલ તંત્રના અધિકારી પરોક્ષ રીતે જયસુખને વીઆઈપી સુવિધા પૂરી પાડી રહ્યા છે જેથી આરોપી જયસુખ પટેલને મોરબી સિવાય અન્ય કોઈ જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવું જણાવવામા આવ્યું છે. પીડિત પરિવારોએ પત્રમાં સીસીટીવી ફૂટેજ પણ ત્યાં ચેક કરવામાં આવે તેવુ જણાવ્યું છે.
જયસુખ પટેલની જામીન ફગાવાઈ હતી
તમને જણાવી દઈએ કે, હાલ ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ ઝૂલતાપુલ દુર્ઘટના મામલે મોરબી જેલમાં બંધ છે. જયસુખ પટેલે જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ કોર્ટે જામીન ફગાવી દીધા હતા.
આ પણ વાંચો : જાડેજા પરિવારનો ડખો જગજાહેર! પિતાએ લગાવેલા આક્ષેપોનો Ravindra Jadeja એ આપ્યો જવાબ