Morbi: મોરબી દુર્ઘટનાના અનાથ બાળકોના ભવિષ્યને લઈને હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા, હવે જયસુખ પટેલને બાળકોનો આ તમામ ખર્ચ ભોગવવો પડશે

September 5, 2024

Morbi bridge collapse: મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટમાં (Gujarat High Court) આ કેસને લઈને સુનાવણી હાથ ધરવામા આવી હતી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 141 લોકોના ભોગ લેવાયા છે. ત્યારે આ ઘટનામાં કુલ 21 બાળકો અનાથ થયા છે. ત્યારે હાઈકોર્ટે આ અનાથ બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને મોટો આદેશ આપ્યો છે. કોર્ટે શિક્ષણ બાદ પણ ખર્ચ ભોગવવા આદેશ આપ્યો છે. જેમાં જયસુખ પટેલને પ્રોફેશનલ કોર્સ માટે તમામ ખર્ચ ભોગવવા આદેશ કરવામા આવ્યો છે. આ સાથે તમામ છોકરીઓના લગ્ન વિષયક બાબતોની ચિંતા કરવા કોર્ટે મૌખિક આદેશ આપ્યો છે.

મોરબી દુર્ઘટનામાં પીડિત અનાથ બાળકો માટે હાઈકોર્ટનો મોટો નિર્ણય

હાઈકોર્ટે ઓરેવા કંપનીને જણાવ્યું છે કે બાળકો તમારા બોસના પણ બોસ થઈ શકે તે મુજબનું શિક્ષણ આપવું પડે તો એ પણ તમારી જવાબદારી છે. કોર્ટે અનાથ થયેલ અથવા માતા કે પિતા ગુમયેલા બાળકના ભવિષ્યને લઈને સવાલ કર્યા હતા આ સાથે અનાથ બાળકીના ભવિષ્યમાં લગ્ન વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આજે હાઈકોર્ટે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને બાળકોને મજુબત શિક્ષણ આપવા માટે આદેશ કર્યો છે. હવે જયસુખ પટેલને બાળકોના પ્રાથમિક શિક્ષણ પછી પણ તમામ ખર્ચ તેમજ પ્રોફેશનલ કોર્સ માટે પણ ખર્ચ આપવો પડશે.

આ પણ વાંચો : Jasdan Kanya Chhatralay Case : જસદણ કન્યા છાત્રાલય કેસ મામલે મોટા સમાચાર, આરોપી પરેશ રાદડિયાની ધરપકડ

Read More

Trending Video