Morbi Bridge Tragedy ને એક વર્ષ પૂર્ણ, મોતના સોદાગરોને સજાને બદલે બચાવવા હવાતિયા શરૂ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધી શું થયું? વાંચો મોરબી પુલ દુર્ઘટનાની A to Z અપડેટ

October 30, 2023

Morbi Bridge Collapse : આજથી એક વર્ષ પહેલા દિવાળી (Diwali 2022) પર્વની રજાઓ અને રવિવારનો દિવસ સમગ્ર રાજ્યના લોકો માણી રહ્યાં હતા ત્યારે મોરબીથી (Morbi) એક એવા સમાચાર આવ્યા જેણે આખા દેશને હચમચાવી દીધો અને આ ઘટનાની નોંધ આખી દુનિયાએ લીધી અને તે ઘટના એટલે Morbi Bridge Tragedy.

4 દિવસમાં તૂટ્યો પુલ

140 વર્ષથી વધારે જુના આ બ્રીજનું 2 કરોડના ખર્ચે રિનોવેશન થયાં પછી લોકો માટે ખુલ્લો મુક્યો અને બ્રીજ ખુલ્લો મુક્યાના માત્ર 4 દિવસમાં જ તુટી પડ્યો. ગત તા. 30 ઓક્ટોબર 2022 ના રોજ દિવાળી પર્વની રજાઓ અને રવિવાર હોવાથી મોરબીના ઝુલતા પુલ (Morbi Zulto Pul) પર સ્થાનિક લોકો ફરવા ઉમટ્યા હતા.

મોટી દુર્ઘટના

મચ્છુ નદી (Machhu River) પર રાજાશાહી વખતથી બાંધવામાં આવેલો શહેરની ઓળખ સમો ઝુલતો પુલ ( (Morbi Jhulto Pul) સાંજે 6 વાગ્યાના અરસામાં તુટી પડતા પુલ પરથી 400 લોકો નીચે મચ્છુ નદીમાં ખાબક્યા અને મોટી હોનારત સર્જાય જેણે વર્ષ 1979 મચ્છુ હોનારતની (1979 Machchhu dam failure) યાદ અપાવી દીધી. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયાં હતા.

કાર્યવાહી અને સવાલો

મોરબીની (Morbi) ઘટનામાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે 2 મેનેજર, 2 કોન્ટ્રાક્ટર પિતા પુત્ર, 3 સિક્યોરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની સહિત 9 લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી પરંતુ આ કાર્યવાહીમાં મોટી માછલીઓને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો અને તેની સામે અનેક સવાલો ઉભા થયા.

ઓરેવા ગૃપ અને મોરબી નગરપાલિકાનો કરાર

મોરબી નગર પાલિકાએ (Morbi Nagarpalika) ઓરેવા ગ્રુપને (Oreva Group) આ બ્રિજના મેઇન્ટેનન્સની જવાબદારી સોંપી હતી. જે કરાર અનુસાર માર્ચ 2022થી માર્ચ 2037 સુધી ઓરેવા ગૃપ આ ઝુલતા પુલની સુરક્ષા, સાફ-સફાઇ, જાળવણી, ટોલ વસુલવાનું કામ ઓરેવા ગૃપને સોંપાયું હતું પરંતુ ફરિયાદમાં ક્યાંય ઓરેવા ગૃપ કે નગરપાલિકાના (Morbi Municipality) કોઈ વ્યક્તિનો સમાવેશ કરવામાં નહી આવતા તપાસ સામે સવાલો ઉભા થયા હતા.

જયસુખ પટેલનું સરેન્ડર

જે પછી 27મી જાન્યુઆરી 2023 ના રોજ મોરબીની સેશન્સ કોર્ટમાં (Sessions Court of Morbi) 1200 પાનાંની ચાર્જશીટ (charge sheet) પોલીસે રજૂ કરી હતી. આ કેસમાં ઓરેવા કંપનીના MD જયસુખ પટેલનું (Jaysukh Patel) નામ ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતી અને આ દરમિયાન જયસુખ પટેલે વકિલ મારફત આગોતરા જામીન અરજી પણ કરી હતી જેની સુનવણી 1લી ફેબ્રુઆરી 2023ના રોજ થવાની હતી પરંતુ તે સુનવણી થાય તે પહેલા 31 જાન્યુઆરી 2023 ને મંગળવારના રોજ જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં સરેન્ડર કર્યુ હતું.

SIT નો રિપોર્ટ

મોરબી પુલ દુર્ઘટનાની (Morbi bridge disaster) નિષ્પક્ષ તપાસ માટે SIT ની નિમણૂંક કરવામાં આવી હતી. જેણે 10 ઓક્ટોબર 2023 ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) રિપોર્ટ રજૂ કર્યો હતો. SIT એ 5 હજાર પાનાનો તપાસ અહેવાલ કોર્ટને સોંપ્યો જેમાં આ અકસ્માત નહી પણ હત્યા હોવાનું અને જયસુખ પટેલ જ જવાબદાર હોવાનું જણાવાયું.

આરોપીઓને બચાવવાનો કારસો?

SIT નો રિપોર્ટ આવ્યો તે સમયગાળા દરમિયાન મોરબી બ્રીજ દુર્ઘટનાના (Morbi Bridge Collapse) મૃતકોના મોક્ષાર્થે મોરબીના વાવડી ગામે મોરારી બાપુની (Morari Bapu) રામકથાનું આયોજન થયું અને તેમાં મોરારી બાપુએ પરોક્ષ રીતે જયસુખ પટેલના બચાવમાં આવ્યા અને તે પછી કોંગ્રેસના (Congress) ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો જયસુખ પટેલના બચાવમાં આવ્યા.

જયસુખ પટેલને કોંગ્રેસ નેતાઓનું સમર્થન

કોંગ્રેસના નેતા લલિત કગથરા (Lalit Kagthara), લલિત વસોયા (Lalit Vasoya) અને ડૉ.કિરીટ પટેલે (Kirit Patel) પત્રકાર પરિષદ યોજી આ ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા છે. તે ઉપરાંત SITની તપાસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે.(Congress) તેમણે મોરબી કલેક્ટર (Morbi Collector), નગરપાલિકાના ચીફ ઓફિસર (Chief Municipal Officer Morbi) વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

કોંગ્રેસે હાથ ઉંચા કર્યાં

તેમણે બ્રિજ દુર્ઘટનામાં SITનો રિપોર્ટ એક તરફી, અધિકારીઓને બચાવવા કોન્ટ્રાક્ટરોને હેરાન કરાયા છે અને જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો. તેમણે જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરાશે તથા સામાજિક સંસ્થાઓને ભેગી કરી સરકાર સામે આ વાત મુકશે. જોકે પોતાના નેતાઓની આ વાત સાથે કોંગ્રેસે (Congress) છેડો ફાડી આ તેમનું વ્યક્તિગત નિવેદન ગણાવી હાથ ઉંચા કરી લીધા.

નિર્ભય સવાલ

મોરબી દુર્ઘટના બાદ સરકારે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામેની કાર્યવાહીની હૈયાધારણા આપી હતી જે પછીની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Elections 2022) ભાજપે (BJP) રેકોર્ડબ્રેક 156 બેઠકો જીતી. આ દુર્ઘટનામાં 135 લોકોના મુત્યું થયા જેમાં લગભગ 47 બાળકો હતા જેમના મૃત્યું થયા. આ મૃતકોના પરિવારજનો આજે પણ દોષિતોને સજા મળશે તેવી આશા સાથે જીવી રહ્યાં છે પરંતુ બીજી તરફ આ દુર્ઘટનાના આરોપીઓને બચાવવા કારસો તૈયાર થઈ રહ્યો છે. સરકારે ઝડપી ન્યાયનું વચન આપ્યું હતું પરંતુ 1 વર્ષ સુધી 135 મૃતકોના પરિવારજનોને શું ખરેખર ન્યાય મળ્યો છે?

Read More

Trending Video

   
         
                 
સ્વાસ્થ્ય માટે વરદાન છે આંબળા, તમને મળશે ગજબના ફાયદા સોનાક્ષીએ પતિ ઝહીર ઈકબાલ સાથે કરી પ્રથમ ગણેશ ચતુર્થીની ઉજવણી, જુઓ Photos સુંદરતામાં આ મહિલા IAS ઓફિસર બોલિવૂડની હિરોઈનોને પણ આપે છે ટક્કર, જુઓ ફોટો સીઆર પાટીલે જય શાહને સ્ટેડિયમાં શું કહ્યું? જુઓ તસવીરો સિરાઝે રચ્યો ઈતિહાસ, આવું કરનારો બન્યો પહેલો ભારતીય ખેલાડી સાળીઓના મામલામાં રાઘવ ચડ્ડા છે નસીબદાર સવારે ઉઠીને ચાવી જાઓ ‘કરી પત્તા’, ખીલ સહિતની સમસ્યાથી મળશે છુટકારો સડસડાટ ઘટશે તમારું વજન, કરો આ હેલ્ધી સ્નેક્સનું સેવન
‘Animal’ નો એક સીન જોતા જ બોબી દેઓલની માતાએ કહ્યું , ‘તું આવી ફિલ્મ ના કર’ ‘Animal’ની સફળતાથી ચમકી આ એક્ટ્રેસની કિસ્મત, રાતોરાત વધી ગયા instagram ના ફોલોઅર્સ ‘આજે હું તમને સજા આપું છું’ કહીને પીએમ મોદી સાંસદોને કેન્ટીનમાં લઈ ગયા, જુઓ પછી શું થયું… ‘નાગિન’ ટીવી શોની અભિનેત્રીના આ અંદાજ પર ફેન્સ થયા ફિદા ‘ઇશ્કબાઝ’ફેમ એક્ટ્રેસ શ્રેણુ પરીખ બંધાઇ લગ્નના બંધનમાં, જુઓ શાનદાર photos 146 વર્ષ પછી પણ નથી તુટ્યા ક્રિકેટના આ રેકોર્ડ 31 વર્ષ બાદ આરતીના નાદથી ગૂંજી ઉઠ્યું જ્ઞાનવાપીનું વ્યાસ ભોંયરું, જુઓ ફોટો 40 થી વધું ઉંમરમાં પણ પોતાની ફિટનેસથી આ અભિનેત્રીઓ દેખાય છે યંગ