Asia Cup Final 2023 : સિરાઝના સાયક્લોન સામે ધ્વસ્ત થઈ શ્રીલંકાની અડધી ટીમ

September 17, 2023

India vs Srilanka : એશિયા કપની ફાઈનલ (Asia Cup Final 2023) મેચમાં ભારત (India) અને શ્રીલંકા (Srilanka) આમને સામને છે બંને ટીમો બીજી વખત આ ટૂર્નામેન્ટમાં આમને-સામને થઈ છે. આ પહેલા સુપર-4 રાઉન્ડમાં પણ બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી જેને ભારતે 41 રનથી જીતી હતી. ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ભારતીય બોલરો સામે શ્રીલંકાના ટોપ ઓર્ડર ઘૂંટણિયે થઈ ગયા હતા. શ્રીલંકાની ટીમે 12 રન બનાવીને 6 વિકેટ ગુમાવી દીધી હતી.

પહેલા બેટિંગનો નિર્ણય ખોટો સાબિત થયો

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઈનલ કોલંબોના (Colombo) આર પ્રેમદાસા સ્ટેડિયમમાં (R Premadasa Stadium) રમાઈ રહી છે. રવિવારે (17 સપ્ટેમ્બર) રમાઈ રહેલી મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેમનો નિર્ણય ખરાબ સાબિત થયો હતો. ટીમના છ બેટ્સમેન 12 રનની અંદર પેવેલિયન ભેગા થયા હતા. મોહમ્મદ સિરાજે (Mohammad Siraj) ભારત માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે પ્રથમ છમાંથી પાંચ વિકેટ લીધી હતી.

સિરાઝનું સાયક્લોન

શ્રીલંકાની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. પહેલી ઓવરના ત્રીજા બોલ પર જસપ્રીત બુમરાહે પહેલી વિકેટ ઝડપી તેણે કુસલ પરેરાને આઉટ કર્યો તે પછી વિકેટની હારમાળા સર્જાય અને 12 રનમાં અડધી ટીમ આઉટ થઈ ગઈ. સિરાઝે ચોથી ઓવરમાં ચાર વિકેટ લીધી. શ્રીલંકાના ખેલાડીઓ કંઈ સમજે તે પહેલા જ આઉટ થઈ ગયા. સિરાઝે પથુમ, સગીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા અને ધનજય ડી. સિલ્વાને એક ઓવરમાં જ આઉટ કર્યાં. જે બાદ છઠ્ઠી ઓવરમાં દાસુન શનાકાને આઉટ કરી 15 બોલમાં પાંચ વિકેટ ઝડપી.

ફાઇનલમાં ભારતના પ્લેઇંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

ફાઈનલમાં શ્રીલંકાના પ્લેઈંગ-11

પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (wk), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દશુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલાગે, દુષણ હેમંથા, પ્રમોદ મદુશન, મથિશા પાથિરાના.

Read More

Trending Video