Modasa : ગુજરાતમાં આમ તો સામાન્ય રીતે કેટલાક દિવસથી વરસાદ બાદ રસ્તાઓને લઈને મોટાભાગના જિલ્લાઓમાંથી ફરિયાદો આવી રહી છે. જનતા બોલ્યા કરે અને તંત્ર આંખ આડા કાન કરી સમસ્યાઓ પર કોઈ જ કાર્યવાહી કરે નહિ. ન માત્ર રોડ-રસ્તાની સમસ્યાઓ પરંતુ રખડતા ઢોરનો પણ ત્રાસ એવો જ છે. ત્યારે વધુ એક વખત ખરાબ રસ્તાની ફરિયાદ સામે આવી છે. અરવલ્લીના મોડાસામાં સ્થાનિકોનો નગરપાલિકામાં ઉગ્ર વિરોધ કર્યો હતો.
અરવલ્લીના મોડાસા નગરપાલિકામાં સ્થાનિકો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. મોડાસામાં વોર્ડ નં.2ના 15 થી વધુ સોસાયટીના રહીશો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. શહેરના મેઘરજ રોડ, ધુણાઈ રોડ પર પાલિકા દ્વારા ગટર કામ કરી રસ્તા ઉપર મોટા મોટા ભૂવાઓ પડી ગયા છે. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે તેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. તૂટેલા રોડ, રખડતા પશુઓના ત્રાસથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર પાસે ઉકેલની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તંત્ર પર વિકાસના કામમાં ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. પાલિકા પ્રમુખ,ચીફ ઓફિસરને કરાઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : CM Atishi : CM પદના શપથ બાદ મનોજ તિવારીએ આતિશીને લખ્યો પત્ર, કહ્યું, તમને અભિનંદન પરંતુ દિલ્હીની સમસ્યાઓ હલ કરો