બુટલેગર સાથે ડાન્સ કરતા વીડિયોને લઈને ચૈતર વસાવાએ કર્યો ખુલાસો, કહ્યું – તે ભાજપનો કાર્યકર્તા છે મારી ભૂલ હતી કે…

March 3, 2025

MLA Chaitar Vasava controversy : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અવાર નવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને તેઓ આદિવાસી સમાજના પ્રશ્નો પોતાના વિસ્તારમાં થતા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે્ તેઓ અવાજ ઉઠાવતા હોય છે ક્યારેક તેઓ પોલીસ પર બુટલેગરો સાથેની સાઠગાંઢને લઈને સવાલ ઉઠાવતા હોય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે પરંતુ આ વખતે તેઓ ન માત્ર ચર્ચામાં પરંતુ વિવાદમા પણ આવ્યા છે. હાલ ચૈતર વસાવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેના કારણે તેમના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવા બુટલેગર બુધિયા સાથે નાચતા હોવાનો વીડિયો હાલ સશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કહેવામાં આવી રહ્યુ છે કે, આ વીડિયો સુરતના એક લગ્ન પ્રસંગ દરમિયાનનો છે. જેમાં બુધિયા નામના બુટલેગર સાથે તેઓ ટિમલી ડાન્સ કરી રહ્યા છે. આ વાડિયોમાં જોઈ શકાય છે કે, ધારાસભ્ય ચૈતર વસાવા બુટલેગરના ખભે હાથ મુકીને નાચી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા ધારાસભ્ય ચૈતર વસાવા સામે સવાલો ઉઠ્યા હતા ત્યારે તેમણે આ મામલે ખુલાસો કર્યો છે.

બુટલેગર સાથે ડાન્સ કરતા વીડિયોને લઈને ચૈતર વસાવાએ કર્યો ખુલાસો

સુરતના લગ્ન પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાનો બુટલેગર સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ કે, સુરતના લગ્ન પ્રસંગે આમંત્રણ પર મે ત્યાં હાજરી આપેલી ત્યારે મને ખબર ન હતી કે, મારી સાથે ડાન્સ કરી રહ્યા છે તેઓ કોણ છે મને બીજી દિવસે ખબર પડી કે મારી સાથે જે ડાન્સ કરી રહ્યા હતા તેઓ એક બુટલેગર છે તેમની સાથે મારો કોઈ પરિચય નથી.અગાઉ અમે મળ્યા પણ નથી મારાથી અજાણતામાં ભૂલ થઈ છે. દારુના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હુ સમર્થન કરતો નથી બે દિવસ અગાઉ વિધાનસભાના ગૃહમાં પણ દારુના પ્રશ્ને અવાજ ઉઠાવ્યો હતો. અને આગળના દિવસોમાં પણ અવાજ ઉઠાવીશ.

બુટલેગર  ભાજપનો સક્રિય કાર્યકર્તા હોવાનો ચૈતર વસાવાનો ખુલાસો

વધુમાં ચૈતર વસાવાએ બુટલેગરને લઈને ખુલાસો કરતા જણાવ્યું કે, મને જાણવા મળ્યું કે, બુટલેગર ભાજપનો સક્રિય કાર્યકર્તા છે , ગણપત વસાવા , કુવરજી હળપદી, અને સુરતના અનેક મોટા નેતાઓ સાથે તેના સારા સબંધો છે અને તેમના એકાઉન્ટમાં તેના ફોટા પણ છે આ અજાણતામાં ભૂલ થઈ છે તેમ ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્વીકાર્યું હતું.

આ પણ વાંચોધારાસભ્ય ચૈતર વસાવા બુટલેગરના ખભે હાથ મુકીને નાચ્યા, વીડિયો વાયરલ થતા ઉઠ્યા સવાલો

Read More

Trending Video