તેલ અવીવમાં મોસાદ હેડક્વાર્ટર પર મિસાઇલ છોડવામાં આવી, હિઝબુલ્લાહે Israelમાં હુમલાનો કર્યો દાવો

October 1, 2024

Israel: ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. હિઝબુલ્લાએ દાવો કર્યો છે કે તેલ અવીવમાં મોસાદ હેડક્વાર્ટર પર તેની તરફથી મિસાઇલો છોડવામાં આવી છે. હિઝબુલ્લાએ કહ્યું છે કે ઈઝરાયેલ પર 4 મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ દક્ષિણ લેબનોનમાં હિઝબોલ્લાહ વિરુદ્ધ ‘મર્યાદિત, સ્થાનિક અને લક્ષ્યાંકિત’ જમીન સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ સાથેની ફોન પર વાતચીતમાં યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને વોશિંગ્ટનના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. જો કે, તેમણે ઇઝરાયેલ-લેબનોન સરહદની બંને બાજુના નાગરિકોની સુરક્ષા માટે રાજદ્વારી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ઈઝરાયેલે હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરને મારી નાખ્યો હતો

છેલ્લા કેટલાક દિવસોમાં મધ્ય પૂર્વમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. Israelના હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના માર્યા ગયા બાદ આશંકા પ્રબળ બની છે કે સમગ્ર પ્રદેશ કોઈ મોટા સંઘર્ષમાં ફસાઈ શકે છે. ઈઝરાયેલ તરફથી હિઝબુલ્લાહના ટાર્ગેટ પર સતત હુમલા થઈ રહ્યા છે. લેબનોનમાં બે દિવસ સુધી હિઝબુલ્લાહના સભ્યોના પેજર્સ અને વોકી-ટોકીઝ બ્લાસ્ટ કરવામાં આવ્યા.

વિશ્વના દેશો લેબનોનમાંથી તેમના નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત

લેબનોનમાંથી તેમના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઘણા દેશો તરફથી ઓપરેશન ચાલી રહ્યું છે. બ્રિટિશ સરકારનું એક ચાર્ટર્ડ પ્લેન બુધવારે લેબનોનથી તે બ્રિટિશ નાગરિકો માટે ઉડાન ભરશે જેઓ પ્રદેશમાં વધી રહેલી હિંસા બાદ જવા માગે છે. લેબનોનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે જર્મનીએ પોતાના નાગરિકોને દેશમાંથી સલામત સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો છે. ફેડરલ ડિફેન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે લેબનોનથી જર્મન નાગરિકોને બહાર કાઢવા માટે એરફોર્સ A-321 એરક્રાફ્ટ બેરૂત માટે ઉડાન ભરી છે. તમને જણાવી દઈએ કે લેબનોનમાં હવાઈ હુમલાની સાથે ઈઝરાયેલે જમીની સૈન્ય કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. ભારતે પણ પોતાના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: US: કમલા હેરિસને મોટો ફટકો, 5 નિર્ણાયક રાજ્યોમાં ટ્રમ્પની લીડ!

લેબનીઝ વડા પ્રધાને શું કહ્યું?

લેબનીઝના વડા પ્રધાન નજીબ મિકાતીએ જણાવ્યું હતું કે તેમનો દેશ તેની દક્ષિણ સરહદ પર ઇઝરાયેલ સાથે તણાવ ઘટાડવા માટે યુએન ઠરાવ 1701 લાગુ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ જાહેરાત ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામની આંતરરાષ્ટ્રીય અપીલના જવાબમાં કરવામાં આવી છે. સંસદના સ્પીકર નબીહ બેરી સાથેની મુલાકાત પછી, મિકાતીએ સોમવારે કહ્યું કે લેબનોન યુએન પીસકીપર્સ સાથે સંકલનમાં તેના દળોને લિતાની નદીની દક્ષિણમાં તૈનાત કરવા માટે તૈયાર છે.

Read More

Trending Video