Microsoft : વિશ્વભરમાં ઘણા લોકો તેમની વિન્ડોઝ સિસ્ટમ પર વાદળી સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટ (Microsoft)ના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં બેંકોથી લઈને એરલાઈન્સ સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. કંપનીના ફોર્મ પરના પિન મેસેજ મુજબ, ઘણા વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરર જોઈ રહ્યા છે.
આ સમસ્યા તાજેતરના ક્રાઉડ સ્ક્રીમ અપડેટ પછી થઈ રહી છે. આ સમસ્યાથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. માઇક્રોસોફ્ટે આ માહિતી આપી છે. શુક્રવારે સવારે તેમની ક્લાઉડ સેવાઓ ખોરવાઈ જવાને કારણે વિશ્વભરના ઘણા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ છે. જેના કારણે એરલાઈન્સની ફ્લાઈટને અસર થઈ છે. આ આઉટેજને કારણે ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં એરક્રાફ્ટ ફ્લાઇટ્સ પર અસર પડી છે.
આ સમસ્યા શા માટે થઈ રહી છે?
માઈક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેટસ અપડેટ અનુસાર, આ સમસ્યાનું પ્રારંભિક કારણ એઝ્યુર બેકએન્ડ વર્કલોડના રૂપરેખાંકનમાં ફેરફાર છે, જે સ્ટોરેજ અને કમ્પ્યુટ સંસાધનો વચ્ચે અડચણ ઊભી કરે છે અને પરિણામે કનેક્ટિવિટી નિષ્ફળ જાય છે.
કંપનીનું કહેવું છે કે આ સમસ્યાના કારણે માઈક્રોસોફ્ટ 365 સેવાઓ પ્રભાવિત થઈ છે. CrowdStrike, જે Microsoft સાથે કામ કરે છે, તેણે આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે. CrowdStrike એક સાયબર સુરક્ષા પેઢી છે. ફર્મના ઇજનેરોએ તે સામગ્રી શોધી કાઢી છે જેના કારણે સમસ્યા સર્જાઈ હતી અને કરાયેલા ફેરફારોને પાછા ફર્યા છે. CrowdScream એ આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે અને કારણની તપાસ કરી રહી છે. CrowdStrikeએ આ વિશે લખ્યું છે કે અમે આ ભૂલથી વાકેફ છીએ, જે વિન્ડોઝ સિસ્ટમમાં જોવા મળી રહી છે.
ઘણા યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. આ સમસ્યાને કારણે લાખો યુઝર્સને ભારે અસર થઈ છે. ઘણા વપરાશકર્તાઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો બંધ થઈ ગઈ છે અથવા તેઓ બ્લુ સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તે મોટી બેંકો, આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ, જીમેલ, એમેઝોન અને અન્ય ઈમરજન્સી સેવાઓને અસર કરી રહી છે.
આ પણ વાંચો : Gujarat Education : ભાવનગરની ઉમરાળાની શાળાઓમાં શિક્ષણની કથળતી હાલત, બાળકો મેદાનમાં બેસીને ભણવા મજબુર