ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે અરબ સમુદ્રમાં સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. આ સાથે લો પ્રેશર એરિયામાં બોટ અને મરીન ન લઇ જવા માટે પણ હવામાન વિભાગે સૂચના છે.
વાવાઝોડાને લઈને આગાહી
હવામાન વિભાગ દ્વારા તેજ વાવાઝોડાને લઈને આગાહી કરવામા આવી છે. જે મુજબ ડીપ ડિપ્રેશન બનશે તો સિસ્ટમ વાવાઝોડામાં પરિણમશે. હવામાન વિભાગ લો પ્રેશર સિસ્ટમ પર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. 21 તારીખે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે.
બેવડી ૠતુની અસર રહેશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં બેવડી ૠતુની અસર રહેશે. અને ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી રહેવાનું અનુમાન છે. ગઇકાલની વાત કરવામા આવે તો ગઈ કાલે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં દક્ષિણપૂર્વ-દક્ષિણ મધ્યમમાં એક લો પ્રેશર સક્રિય થયું છે જેના કારણે રાજ્યના દરિયાકિનારે આગામી દિવસોમાં લો પ્રેસરની સ્થિતિ સર્જાઇ રહી છે.
રાષ્ટ્રીય હવામાન વિભાગે શું કહ્યું ?
આ વાવાઝોડા અંગે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા પણ મહત્વનું નિવેદન આપવામા આવ્યુંમ છે, વાવાઝોડાને લઈ IDના વૈજ્ઞાનિક આનંદો દાસે મીડિયાને જણાવ્યું કે, ‘અત્યારે આ વાત નિશ્ચિતપણે કહી શકીએ તેમ નથી. આ સ્થિતિ દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ બનતી હોય છે’.
24 કલાકમાં આ દબાણ ડિપ્રેશનમાં ફેરવાઇ જશે
રાષ્ટ્રીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર યથાવત છે. હાલ હવાની ગતિ 30 થી 35 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઇ રહી છે. જે આગામી 24 કલાકમાં આ દબાણ ડિપ્રેશનમાં ફેરવાઇ જશે અને ત્યારબાદ પવનની ઝડપ 45 થી 50 કિમી પ્રતિ કલાક રહેશે. હવામાન વિભાગ તેની પર સંપૂર્ણ રીતે નજર રાખી રહ્યું છે.
માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
વાવાઝોડાની સ્થિતિને જોતા હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. જો કે વાવાઝોડાના રૂટ અંગે ID એ જણાવ્યું કે, હજુ આ વાવાઝોડાનું નામ કે રૂટ નક્કી કરવામાં આવ્યો નથી. તેમજ મહારાષ્ટ્ર કે ગુજરાત તરફ આવવાની કોઇ શક્યતા જોવામાં આવી રહી નથી. હવામાનના જણાવ્યા પ્રમાણે આ વાવઝોડું ઉત્તર-પશ્ચિમ દિશામાં આરબ આફ્રિકા તરફ઼ આગળ વધી શકે છે.