Mehsana : ગુજરાતમાં SIRની કામગીરી કરી રહેલા વધુ એક BLOનું મોત, મહેસાણાના સુદાસણા ગામના શિક્ષકને આવ્યો હાર્ટ એટેક

November 28, 2025

Mehsana : ગુજરાતમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે. જેમાં શિક્ષકો અને અન્ય કેટલાક સરકારી કર્મચારીઓને આ કામમાં BLOની જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસમાં ગુજરાતમાંથી BLOના મોતના ઘણા કેસો સામે આવ્યા છે. આજે વધુ એક BLOની મોતની ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે BLOની કામગીરી કરી રહેલા શિક્ષકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ આ BLO અડધી રાત્રે 2 વાગ્યે ફોર્મ અપલોડ કરવાનું કામ કરી રહ્યા હતા. અને તે સમયે જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તે ઢળી પડ્યા હતા.

મહેસાણાના સતલાસણાના સુદાસણા ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવી રહેલા દિનેશ રાવળ હાર્ટ એટેકથી મોત થયું છે. દિવસે ઇન્ટરનેટ અને સર્વરમાં તકલીફ પડવાના કારણે તેઓ રાત્રે 2 વાગ્યે જાગી અને ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરી રહ્યા હતા. તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોPratap Dudhat : ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે હવે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં, પ્રતાપ દૂધાતે સરકાર સામે કર્યા મોટા સવાલ

Read More

Trending Video