Gujarat Weather Forecast: થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી એક વાર વરસાદે (rains) ધબધબાટી બોલાવવાનુ શરુ કરી દીધું છે. ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Departmen forecast ) મુજબ રાજ્યમાં ગઈ કાલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં વાપીમાં (Vapi) સૌથી વધારે સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને (heavy rains) કારણે વાપીમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા જોવામા આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 172 તાલુકામા વરસાદ નોંધાયો છે,જેમાં સૌથી વધુ વાપીમાં પોણા 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જે બાદ કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ,પારડી, ધરમપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ,ઉમરગામમાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ,જામનગરના જોડીયામાં 2 ઇંચથી વધુ વરસાદ,છોટાઉદેપુર, નવસારીમાં 2-2 ઇંચ વરસાદ,ખેરગામ, જલાલપોરમાં 2-2 ઇંચ વરસાદ,વાલોડ અને બારડોલીમાં 2-2 ઇંચ વરસાદ,સોનગઢ, ડાંગ અહવામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે.
તાપીમાં ભરાયા વરસાદી પાણી
મહત્વનું છે કે, તાપીમાં મોડીરાતથી અવિરત વરસાદ ચાલુ છે. પોણા 7 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભા થઈ છે. આ સાથે અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પણ થંભી ગયો છે.
આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં ખાસ કરીને સુરત વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ , નર્મદા ભરૂચમાં ભારે વરસાદ તેમજ ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : કેદારનાથમાં ફસાયેલા અરવલ્લીના યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ થયું રેસ્ક્યુ