Somnath demolish : ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશનની (Mega demolition) કાર્યવાહી કરવામા આવી રહી છે. સોમનાથમાં (Somnath) ગેરકાયદે બાંધકામો સામે ગુજરાત વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. કાટમાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર-ટ્રોલીઓ તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે.અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે. હાલમાં મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે, જો કે થોડા સમય માટે કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી.
હંગામો મચાવતા લોકોને દૂર કરવામાં આવ્યા હતા
ખરેખર, સોમનાથમાં ગુજરાત સરકારની મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલતો હતો. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર અતિક્રમણ ખાલી કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અહીં ઘણા નવા કામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. મોડી રાત્રે અતિક્રમણ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોઈક રીતે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.જાણકારી મુજબ એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની અટકાયત કરવામા આવી છે.
સોમનાથમાં ગુજરાત સરકારની મોટી બુલડોઝરની કાર્યવાહી | Nirbhaynews#somnath #gujarat #bjp #masjid #bjpgujarat #viralvideos #nirbhaynews pic.twitter.com/egdl2cLSJc
— Nirbhaynews (@nirbhaynews1) September 28, 2024
મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થળ પર 1400 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા પોલીસ સ્ટેશનના દળો પણ સ્થળ પર હાજર છે. પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય ચાલુ રહેશે. હાલ સ્થિતિ કાબુમાં છે અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : નવરાત્રીમાં વરસાદ બગાડશે ખેલૈયાઓનો ખેલ ? જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી