MD Drugs : ગુજરાત ATS અને NCBની ભોપાલમાં ફેક્ટરી પર રેડ, 1814 કરોડનું MD ડ્રગ્સ અને તેનો સમાન ઝડપાયો

October 6, 2024

MD Drugs : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં હવે MD ડ્રગ્સ મળવું તો સામાન્ય બની ગયું છે. જેના કારણે હવે ગુજરાત જાણે ડ્રગ્સનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને ડ્રગ્સ મામલે ગુજરાત ATS સતત એક્ટિવ રહેતી હોય છે. આજે ગુજરાત ATSની ટીમને વધુ એક સફળતા હાથ લાગી છે. આ વખતે ગુજરાત ATSએ ભોપાલમાં એક ડ્રગ્સ ફેક્ટરી પર દરોડો પાડ્યો છે. ત્યારે આ ઓપરેશનની સફળતા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી અભિનંદન આપ્યા છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં ગુજરાત ATS અને NCB (Ops) દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈને આજે ભોપાલમાંથી એક ફેક્ટરીમાં રેડ કરીને 1814 કરોડનું એમડી ડ્રગ્સ અને તેને બનાવવાનું મટરિયિલ ઝડપી પાડ્યું છે. જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી માહિતી આપી હતી અને ઓપરેશનની સફળતા બદલ અભિનંદન પણ પાઠવ્યા છે.

સોશિયલ મીડિયા પર હર્ષ સંઘવીએ શું કહ્યું ?

હર્ષ સંઘવીએ X પર લખ્યું છે કે, આ કાર્યવાહી બતાવે છે કે, આ સિદ્ધિ માદક દ્રવ્યોની હેરાફેરી અને દુરુપયોગ સામે લડવામાં અમારી કાયદા અમલીકરણ એજન્સીઓના અથાક પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે. તેમના સહયોગી પ્રયાસો આપણા સમાજના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ માટે મહત્વપૂર્ણ છે. અમારી કાયદા અમલીકરણ એજન્સીઓનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. ચાલો ભારતને સૌથી સુરક્ષિત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાના તેમના મિશનમાં તેમને સમર્થન આપવાનું ચાલુ રાખીએ!

MD ડ્રગ્સ શું છે?

મેફેડ્રોનનું ટેક્નિકલ નામ 4-મેથાઇલમેથકેથિનોન છે. ઘણા લોકો આ દવાને મ્યાઉં-મ્યાઉં કહે છે, તો કેટલાક મ્યો-મ્યો. આ ડ્રગ્સ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. મેફેડ્રોન ખૂબ જ ખતરનાક ડ્રગ્સ મનાય છે. એવું માનવામાં આવે છે કે આ દવા વૃક્ષો કે છોડના જીવજંતુઓને મારવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ એનો ઉપયોગ ડ્રગ્સ તરીકે થવા લાગ્યો છે.

આ પણ વાંચોMohan bhagwat : રાજસ્થાનમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, હિંદુઓને એકજૂટ થવા કરી હાકલ

Read More

Trending Video