લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પાર્ટીને મજબૂત કરવા કમર કસી છે. રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરને ભાજપમાં લઈ જવાનું ઓપરેશન આખરે તેઓ પાર પાડ્યું હોય તેવું લાગી રહ્યું છે અંબરીશ ડેર ભાજપમાં જોડાશે તેવી અટકળોની વચ્ચે સી આર પાટીલ આજે અંબરીશ ડેરને મળવા માટે તેમના ઘરે પણ ગયા હતા જો કે અંબરીશ ડેરને મનાવવામાં માયાભાઈ આહીરનો હાથ હોવાનું કહેવામા આવી રહ્યું છે.
માયાભાઈનો અંબરીશ ડેર સાથે સબંધ
અંબરીષ ડેર આહીર સમાજનો જાણીતો ચહેરો અને રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે. અંબરીષ ડેર સાથે માયાભાઈની જૂની મિત્રતા સાથે પારિવારિક સંબંધો પણ છે. મિત્ર હોવાથી તેઓ અનેક વાર માયાભાઈના ડાયરામાં જોવા મળે છે. અમરીશ ડેર આહિર સમાજના મોટા રાજનેતા છે ત્યારે અંબરીષ ડેર કોંગ્રેસથી નારાજગી દર્શાવ્યા બાદ માયાભાઈ દ્વારા તેમને ભાજપમાં લઈ જવા માટે મનાવવામા આવ્યા હોવાનું કહેવામા આવી રહ્યું છે.
માયાભાઈના કાર્યક્રમમાંથી પાટીલે આપી હતી ડેરનો ઓફર
સી આપ પાટીલે અંબરીશ ડેરને ભાજપમાં જોડાવવા માટે જાહેર સ્ટેજ પરથી આમંત્રણ આપ્યું હતુ તે કાર્યક્રમ માયાભાઈ આહીર દ્વારા શરૂ કરાયેલી હોસ્પિટલનો ઉદઘાટન સમારોહ હતો ગત નવેમ્બરમાં ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની નવનિર્મિત હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અંબરીષ ડેર સાથે માયાભાઈની જૂની મિત્રતા સાથે પારિવારિક સંબંધો હોવાના નાતે અંબરીષ ડેર આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
સી આપ પાટીલે શું કહ્યું હતું ?
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ‘જેના માટે મેં બસમાં રૂમાલ રાખી મૂક્યો હતો, પરંતુ બસ ચૂકી ગયા એવા અમરીષભાઈ ડેર.’ સી.આર પાટીલની આવા સૂચક નિવેદન સાથે અંતમાં એવું પણ જણાવ્યું હતું કે ‘તેઓ મારા મિત્ર છે અને હું હાથ પકડીને તેમને ભાજપમાં લાવવાનો જ છું.
અંબરીશ ડેરએ આપ્યો હતો આ જવાબ
જોકે, ભાજપમાં જોડાવાને લઈને અંબરીશ ડેર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ. જે કાર્યક્રમમાં સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે તે ફક્ત હળવી વાત હતી. આ વાતને આપણે સૌ પણ હળવાશથી જ લઈએ. સી.આર. પાટીલે જે પ્રેમ દર્શાવ્યો છે તેને માથે ચડાવું છું.
આ પણ વાંચો : લોકસભાની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાશે, જાણો કેવું છે આયોજન