Mavji Patel : બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. તેના કારણે હવે આ બેઠક પર રસાકસીનો જંગ જામ્યો છે. આ બેઠક જીતવા હવે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને આ બંને સામે અપક્ષમાંથી માવજી પટેલ મેદાને ઉતર્યા છે. મૂળ માવજી પટેલને ટિકિટ ન મળતાં માવજી પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જે બાદ સતત ભાજપે માવજી પટેલને ઉમેદવારી પાછી ખેંચવા ઘણા સમજાવ્યા, પરંતુ માવજી પટેલ આ મામલે ટસના મસ ન થયા. વાવ વિધાનસભાના ઉમેદવાર બનતા જ તેમને બેટનું નિશાન મળી જતા તેઓ ખુબ ખુશ જોવા મળ્યા હતા.
વાવ વિધાનસભા બેઠક પર ઉમેદવાર બન્યા બાદ અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ચૂંટણીના નિશાન માટે બેટ પસંદ કર્યું હતું. ત્યારે તેમને બેટનું નિશાન મળી જતા તેઓ એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. બેટનું નિશાન મળી જતા તેમણે ફટકાબાજી શરુ કરી હતી. અને તેમણે કહ્યું કે, ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામે આવી જ ફટકાબાજી કરીશ. સુઈગામ પ્રાંત કચેરીના કેમ્પસમાં માવજી પટેલે બેટ લઈ અને ભાજપ – કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું. ત્યારે હવે જોવાનું રહ્યું કે માવજી પટેલ તો પૂરતા આત્મવિશ્વાસથી ભરપૂર છે અને તેમનો આ આત્મવિશ્વાસ શું ભાજપ અને કોંગ્રેસને હરાવી શકશે ?
આ પણ વાંચો : National Unity Day : પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી, રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા