Surat Suicide Case : સુરતના લીંબાયત (Limbayat) માં એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં એક ઘરના 3 વ્યક્તિએ સામુહિક આત્મહત્યા (Mass Suicide) કરી છે. લીંબાયતના રુસ્તમ પાર્ક વિસ્તારમાં પતિ-પત્ની અને બાળક દ્વારા સામુહિક આપઘાત કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને પગલે સાગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તાપસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. લીંબાયત સ્થિત રુસ્તમપાર્ક પાસે રહેતા એક જ પરિવારના ૩ સભ્યોના મોત થયા છે. પિતાએ પુત્ર અને પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસને ૩ લોકોના મૃતદેહ મળ્યા છે. જેમાં સોમેશ ભીક્ષાપતી ઝીલ્લા તેની પત્ની નિર્મલાબેન અને તેનો 7 વર્ષીય પુત્ર દેવઋષિનો મૃતદેહ મળ્યો છે. પ્રાથમિક દ્રષ્ટીએ પતિએ પુત્ર અને પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું જણાય આવ્યું છે. ત્યાંથી હાલ એક ચીઠી મળી આવી છે તેમજ એક મોબાઈલ ફોન મળી આવ્યો છે જેમાં થોડાક વીડિયો ઉતારેલા છે જે તપાસનો વિષય છે કારણ કે તેલુગુ અથવા તેઓની મૂળ ભાષામાં ઉતારેલા છે. આ મામલે હાલ તપાસ શરુ કરવામાં આવી છે.