Rajkot: રાજકોટના (Rajkot) ગુંદાવાડીવિસ્તારમાં (Gundawadi area) એકજ પરિવારના 9 લોકોએ જેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમા ઝેરી દવાની અસર થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં એક જ પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી
સોની પરિવારને વેપારમાં નુકસાનથી દેવામાં ગરકાવ થયો હતો.જેમાં મુંબઈની પેઢીઓ તેમનાથી સોના-ચાંદીના દાગીના લઈ ગઈ પરંતુ તેનું પેમેન્ટ ન કરતાં આ સોની પરિવાર દેવામાં ગરકાવ થયો હતો. તેઓ આ કારણે આર્થિક રીતે ભાંગી પડ્યા હતા.આ સાથે બેન્કમાંથી લોન લીધી હોવાને કારણે તેઓ હપ્તા ભરવા પણ સક્ષમ રહ્યા નહોતા જેના પગલે દિવસે ને દિવસે વ્યાજ વધતાં દેવું આકાશ આંબી રહ્યું હતું કેમ કે મુંબઈની પેઢીએ કરોડો રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું જ નહોતું.આમ સોની પરિવારના સભ્યોને બેન્ક લોન દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતા આ લોકોએ જીવન ટૂંકાવી દેવા માટે આ પગલું ભર્યું હતું. મળતી માહિતી અનુસાર કુલ 9 લોકોએ આ ઝેરી દવા ગટગટાવી હતી અને તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.