Columbia મોલના ફૂડ કોર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરો ફરાર

July 28, 2024

Columbia Mall Firing: અમેરિકાના બાલ્ટીમોર અને વોશિંગ્ટનના ઉપનગરોમાં સ્થિત એક શોપિંગ મોલમાં શનિવારે ફાયરિંગની ઘટના બની હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેરીલેન્ડના કોલંબિયા(Columbia)માં મોલના ફૂડ કોર્ટમાં ગોળીબાર(Firing) થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

અધિકારીઓએ જણાવ્યું કે લગભગ સાંજે 6:10 વાગ્યે મેરીલેન્ડના કોલંબિયામાં મોલના ફૂડ કોર્ટ વિસ્તારમાં ગોળીબાર(Firing) કરવામાં આવ્યો હતો. હોવર્ડ કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે અધિકારીઓને એક પુરુષ પીડિત મળ્યો જેને જીવલેણ ગોળી વાગી હતી. પોલીસે જણાવ્યું કે ફાયરિંગમાં સામેલ લોકો મોલમાંથી ભાગી ગયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો જેને ગોળી વાગી હતી. પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જાસૂસોનું માનવું છે કે પીડિતાને આયોજિત રીતે નિશાન બનાવવામાં આવી હતી.

હોવર્ડ કાઉન્ટી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.આ મોલ અગાઉ જાન્યુઆરી 2014માં ફાયરિંગની ઘટનાને કારણે ચર્ચામાં આવ્યો હતો. તે સમયે એક વ્યક્તિએ મોલમાં બંદૂક વડે બે લોકોને માર્યા હતા અને પછી આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો: Ukraineના પૂર્વ ડોનેત્સકમાં મોડી રાતે Russiaનો હવાઈ હુમલો, 5 લોકોના મોત 15 ઈજાગ્રસ્ત

Read More

Trending Video