BZ GROUPમાં CIDના દરોડા બાદ અનેક ખુલાસા, 7 આરોપીઓની ધરપકડ; એજન્ટના રિમાન્ડ મંજૂર

November 29, 2024

BZ GROUP CID: રાજ્યમાં વધુ નફાની લાલચ આપીને છેતરપિંડીનો શિકાર બનવા જેવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આ રીતે પણ લાખો કરોડોની છેતરપિંડી થઈ રહી છે. હાલામાં જ ગુજરાતના સાબરકાંઠાનો આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ વધુ નફાની લાલચ આપીને 5 વર્ષમાં રૂપિયા 6,000 કરોડની છેતરપિંડી કરી હતી.

મળતી માહિતી અનુસાર BZ GROUPમાં CIDના દરોડામાં પછી એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. આ ઘટનાને લઈને અનેક લોકોની ધરપકડ થઈ છે. ત્યારે હવે CID કાઈમ દ્વારા BZ FINANCIAL SERVICES તથા BZ GROUP ના CEO ભૂપેદ્રસિંહ પરબતસિંહ ઝાલા નાઓએ રોકણકારોને 7 થી 18 ટકા વળતર/વ્યાજ બોનસ આપવાની જાહેરાતો કરી લોભામણી લાલય આપી કરોડો રૂપીયા ઉઘરાવેલ છે. જેથી સી.આઇ.ડી કાઇમ દ્વારા ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશન માં. તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ ગુનો નોંધી આ ગુનાના કામે તપાસ દરમિયાન સાત આરોપી (૧) વિશાલસિંહ રતેસિંહ ઝાલા, રહે. ભુખ્યા ડેસમુંપો વગડી તા.હિંમતનગર જી.સાબરકાંઠા (2) દિલીપસિંહ જગતસિંહ સોલંકી રહે દરબાર વામ. જોગણીમાતાના મંદિર પાસે ગામ સક્ષા તા.સાંબરકાંઠા જી.હિંમતનગર (3) આશિક મહેશભાઈ ભરથરી રહે.બમાણિનગર, મહેતાપુરા હિંમતનગર (૪) સંજયસિંહ અમૃતસિંહ પરમાર રહે રાયણવાસ કળિયું ગામ ગામડી તા. હિંમતનગર જી.સાબરકાંઠા (૫) રાહુલકુમાર ગણપતસિંહ રાઠોડ રહે. રાહોડ ફળિયુ ગામ-અંબાવાડા તા હિંમતનગર જી- સાબરકાંઠા (૬) મંચુરકુમાર અનંતભાઇ દરજી રહે.સતીપીપળી દરજી ફળીયુ માલપુર તા- માલપુર જી.અરવલ્લી (૭) રણવિરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ ઉ.વ.૨૯ ધંધી-નૌકરી રહે. ચૌહાણ પટેલ ફળીયુ મોટી ચીચણો તા-મોડાસા જી. અરવલ્લી આરોપીઓ ને અટક કરવામાં આવેલ હતા. આરોપી મયુરકુમાર અનંતભાઇ દરજી નાઓને નામદાર કોર્ટે તા.૩૦/૧૧/૨૦૨૪ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે.

તપાસ દરમ્યાન મળેલ માહીતી અને બાતમી આધારે આ ગુનાના મુખ્ય આરોપી BZ FINANCIAL SERVICES તથા BZ GROUP ના CEO ભુપેંદ્રસિંહ પરબતસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી મેળવેલ રૂપિયામાંથી વસાવેલ મોંઘી ગાડીઓ જેમાં (૧) વોલ્વો મોડલ નં.XCO) (૨) મર્સિડિઝ (૩) પોરચીસ કાર જેવી મોગી દાટ ગાડીઓ તેમજ અન્ય આરોપી મથુરકુમાર દરજી દ્વારા (૧) TOYOTA KIRLOSKAR MOTOR PVT LTD કંપનીનું જે મોડલ નામ FORTUNER (AT) તથા (2) TATA MOTORS LTD કંપનીનું મોડલ HARRIER XT વિગેર ગાડીઓ રોકણકારોના રોકાણમાંથી મેળવેલ કમિશનમાંથી તેમજ મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ ગીફટ આપેલ હોવાની હકીકત મળતા આ તમામ કરોડો રૂપીયાની ગાડીઓ સી.આઈ.ડી.કાઈમ દ્રારા કબ્જે કરી આગળની વધુ તપાસ હાય પરવામા આવેલ છે.

 

આ પણ વાંચો: Gujarat: ખેડૂતોને ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, હવે જમીન ખરીદીમાં પણ રહેશે સરળતા 

Read More

Trending Video