Raju Solanki AAP News: ભાવનગરના મેયર ભરત બારડની આત્મવિલોપનની ચીમકી મુદ્દે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી Raju Solankiએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાવનગરના મેયર ભરતભાઈ બારડે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની આપવીતી જણાવી હતી. તેમણે ખૂબ જ દુઃખી થઈને પોતાના સાથે નેતાઓ અને કાર્યકર્તાઓ પર બળાપો કાઢ્યો હતો. ભરતભાઈ બારડ એક સામાન્ય પરિવારના વ્યક્તિ છે અને તેમને યેનકેન પ્રકારે ભાજપના બીજા નેતાઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ભાવનગર ખૂબ જ પવિત્ર નગરી છે અને આ પવિત્ર ભૂમિના પ્રથમ નાગરિક એટલે કે મેયરે હેરાન પરેશાન થઈને આત્મા વિલોપનની ચીમકી આપી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે અને પ્રજાજનો માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. ભાજપમાં અત્યારે અંદરો અંદર લડાઈ ચાલી રહી છે તેવું દેખાઈ રહ્યું છે અને લોકો એકબીજાને પાડવા માટે ટાંટિયા ખેંચ કરી રહ્યા છે તે પણ હવે બહાર આવી રહ્યું છે.
હમણાં તમે જોયું હશે કે કરચલીયા પરા વોર્ડના ચાર નગર સેવકોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને જણાવ્યું હતું કે કરચલીયા પરા વિસ્તારમાં યુપી બિહાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપના શાસનમાં પ્રજાનો મરો થઈ ગયો છે અને પ્રજાની સાથે સાથે હવે નગરસેવકો પણ ત્રાહિમામ પોકારી ચુક્યા છે. હાલમાં ભાજપના એ હોદ્દેદાર નીતિનભાઈ રાઠોડને અમુક બુટલેગરોએ બે દિવસ પહેલા ઢોર માર્યો હતો. આ પહેલા પણ ભાજપના પૂર્વ કોર્પોરેટરને બુટલેગરે એમના ઘરમાં ઘૂસીને પરિવાર સહિત તમામ લોકોને માર્યા હતા. આના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપના પોતાના શાસનમાં ભાજપના નેતાઓ જ સુરક્ષિત નથી એ હદે ભાજપના શાસનમાં કાનુનવ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. બીજી બાજુ ભાજપના નેતાઓ, તેના પુત્રો અને પરિજનોના એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર સહિત મારામારી, ગુંડાગીરી અને વ્યભિચાર જેવી અનેક બાબતોમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા જોવા મળે છે અને આ તમામ વસ્તુઓ પ્રજા જોઈ રહી છે. હવે દેખાઈ રહ્યું છે કે ભાજપનું શાસન ડામાડોળ થઈ રહ્યું છે માટે આવનારા સમયમાં ભાવનગર જીલ્લો હોય કે સમગ્ર ગુજરાત હોય તમામ જગ્યાએ જે ચૂંટણીઓ થવા જઈ રહી છે તેમાં જનતા ભાજપને પાઠ ભણાવશે અને ઘર ભેગી કરશે.
આ પણ વાંચો: 15 ઓગસ્ટ પહેલા સરકાર ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ શરુ કરે: Isudan Gadhvi