Mansukh Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નેતાઓ પ્રજાની મુશ્કેલીઓ તંત્ર સુધી પહોંચાડવાનો ડોળ કરી રહ્યા છે. આ સાથે જ હવે કોઈ પત્ર દ્વારા તો કોઈ વિરોધ કરી પ્રજાના કામો કરાવવા આગળ આવી રહ્યા છે. તેવું જ કંઈક ભરૂચમાં પણ ચાલે છે. ભરૂચમાં તો આપણે જાણીએ જ છીએ કે ઘણા સમયથી ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) વચ્ચે રાજકારણ હંમેશા ગરમાયું રહેતું હોય છે. ત્યારે 2 દિવસ પહેલાની સાંસદ મનસુખ વસાવાની ફેસબુક પોસ્ટે ચર્ચાઓ જગાવી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે ડેડીયાપાડા તાલુકાના મોરજળી ગામની સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે. ત્યાંના રોડ રસ્તાઓની ખરાબ પરિસ્થિતિને કારણે પ્રજાએ હાલાકી ભોગવવાનો વારો આવે છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ડેડીયાપાડા તાલુકાના મોરજળી ગામ ખાતે બગલાખાડી નાં રસ્તા નું ધોવાણ થતાં પ્રજાને અવરજવર માં પડતી મુશ્કેલી, દિવસ દરમિયાન હજારો લોકોની અવિરત અવર-જવર રહેતી હોય છે. જેઓને આ મહત્વના માર્ગની દુર્દશાના કારણે પારાવાર હાલાકી વેઠવી પડે છે.
વધુમાં તેમણે લખ્યું કે, રસ્તાના ધોવાણના કારણે અને નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઇપલાઈન ટુટી ગયેલ હોવાથી ત્યાંથી નિકળવામાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો પડે છે. સંબંધિત વાસમોનાં અધિકારીઓ તથા જીલ્લા પંચાયતના અધિકારીઓ જલદીથી જલદી આ સમસ્યાનો નિકાલ કરી પ્રજને પડતી હાલાકી દૂર કરે.
મનસુખભાઇ…તમે આ ફોટા બતાવી અને સંબંધિત અધિકારીઓને કહો છો તેના કરતા તમે તે વિસ્તારના સાંસદ છો. તો શા માટે તમારે પોસ્ટ કરવી પડે ? મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચેની રાજકીય લડાઈ જગજાહેર છે. ત્યારે હવે આ મામલે ક્યારે કાર્યવાહી થાય છે તે તો જોવાનું રહ્યું.
આ પણ વાંચો : Delhi Heavy Rain : દિલ્હીના વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ક્યાંક વૃક્ષો પડ્યા તો ક્યાંક રોડ પર પાણી ભરાયા