Mansukh Vasava : ડેડિયાપાડામાં ગઈકાલે જનજાતીય વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ જ કાર્યક્રમમાં તેમણે ભીલ પ્રદેશ માટે નવા સંગઠનની રચનાની જાહેરાત કરી હતી. જેને લઈને આજે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે હંમેશા શાબ્દિક યુદ્ધ ચાલુ રહે છે. ત્યારે ગઈકાલે ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન નામનું નવું સંગઠનની વાત કરી હતી. જેને લઈને આજે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. અને તેમણે કહ્યું હતું કે, ગઈકાલે ચૈતરભાઈએ અલગ બિલપ્રદેશની વાત કરી હતી. પરંતુ આ કોઈ જ દ્રષ્ટિએ શક્ય નથી. ભૌગોલિક દ્રષ્ટિએ પણ નથી. ભાજપ સરકાર અત્યારે બધા પ્રશ્નોના નિરાકરણ લાવી રહી છે.
ભીલપ્રદેશની માંગ અમને અસ્વીકાર્ય : મનસુખ વસાવા
વધુમાં તેમણે કહ્યું કે, અત્યારે આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ અત્યારે સરકાર લાવવાનો પ્રયત્ન કરી રહી છે. અને કદાચ ચૈતરભાઈના વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ નહિ આવ્યો હોય તો એ પણ આવશે. પરંતુ આ અલગ ભીલપ્રદેશની સ્થાપનાની વાત અમને સ્વીકાર્ય નથી.
Mansukh Vasava એ અલગ ભીલ પ્રદેશના મુદ્દાનો વિરોધ કરતાં શું કહ્યું? #mansukhvasava #viralvideo #gujarat #BhilPradesh #nirbhaynews pic.twitter.com/cc1D2YZi3t
— Nirbhaynews (@nirbhaynews1) November 16, 2024