Mansukh Vasava : ડેડિયાપાડાની જર્જરિત શાળાની મુલાકાતે પહોંચ્યા મનસુખ વસાવા, શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને લખ્યો પત્ર

February 4, 2025

Mansukh Vasava : ગુજરાતમાં આપણે વિકાસની મોટી મોટી વાતો કરીએ છીએ. પણ આ વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા પણ અલગ જ છે. આજે પણ જ્યાં સરકાર આદિવાસી વિસ્તાર અને આદિવાસી લોકોના વિકાસની વાતો કરે છે. પણ એ માત્ર ચોપડે જ રહી જાય છે. હક્કીક્તમાં હજુ ત્યાં વિકાસ પહોંચ્યો જ નથી. હદ તો ત્યારે થઇ ગઈ જયારે સાંસદને જ પોતાના વિસ્તારની એક સરકારી શાળા માટે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખવા પડે છે. તેવું જ કંઈક બન્યું છે નર્મદામાં. સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના તાબદા ગામે એક પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના તાબદા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખુબ જ ખસતા હાલતમાં છે. 15 વર્ષ પહેલા બનેલ શાળાનું બિલ્ડીંગ હાલ ખુબ જ જર્જરિત હાલતમાં છે. જેની મુલાકાતે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે જર્જરિત શાળા અને હોસ્ટેલની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ તેમણે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને લેખિત રજૂઆત પણ કરી છે.

મનસુખ વસાવાએ આ મામલે શું કહ્યું ?

સાંસદ મનસુખ વસાવાએ શાળાની મુલાકાત બાદ વાત કરતા કહ્યું કે, હું જયારે આ ગામમાં એક કાર્યક્રમ માટે ગયો ત્યારે મેં આ શાળાની મુલાકાત લીધી હતી. અને ત્યારે મને જાણ થઇ આ શાળા ખુબ જ જર્જરિત હાલતમાં છે. આ શાળા અને હોસ્ટેલમાં પૂરતા શિક્ષકો નથી, હોસ્ટેલમાં વોચમેન નથી, રસોઈયા નથી અને બિલ્ડીંગ પણ જર્જરિત છે. આ સાથે જ મારા ધ્યાને આવ્યું કે હોસ્ટેલમાં બાળકો જાતે જ એક બેન સાથે મળીને જમવાનું બનાવે છે. બાળકોને હોસ્ટેલમાં લીલા શાકભાજી પણ આપવામાં આવતા નથી. સ્થાનિક શિક્ષકો કે આચાર્ય કાળજી રાખતા નાં હોય એટલે આવી પરિસ્થિતિ થાય તે સ્વાભાવિક છે. સમયાંતરે મરામત માટે સ્થાનિક નેતાઓ કે અમારું ધ્યાન દોરવું જોઈએ. જર્જરિત શાળાઓ સુધારવા અને શિક્ષકો રસોઈયા, ક્લાર્ક સહિત સ્ટાફ ની ભરતી કરવા માંગ કરી છે.

આ પણ વાંચોIsudan Gadhavi : ઈસુદાન ગઢવીના ભાજપ અને ચૂંટણી અધિકારી પર ગંભીર આરોપ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગડબડના કર્યા આક્ષેપ

Read More

Trending Video