Mansukh Vasava : આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. અને તે વચ્ચે હવે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે. અને આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. આજે મનસુખ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને તેમાં આમ આદમી પાર્ટી પર મોટાપાયે આક્ષેપ લગાવ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે, દરેક વિરોધ પક્ષને વિરોધ કરવાનો અધિકાર છે. પણ વિરોધ કરવાની પણ એક રીત હોય. આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓ અલગ અલગ ગામોમાં જઈને સભાઓ કરે છે. અને અલગ અલગ તાલુકાઓમાં કેટલાયે કામો થતા હોય છે, ત્યારે મારુ સ્પષ્ટ માનવું છે કે આટલા બધા કામો થતા હોય છે તો તેમાં કોઈ ક્ષતિ રહેતી પણ હોય. જે મામલે પ્રહારો કરવા અને ખામીઓ કાઢવા કરતા તે કામને સાચી દિશામાં વાળવામાં આવે તો વાંધો ના આવે.
Mansukh Vasava એ નામ લીધા વગર ચૈતર વસાવા પર લગાવ્યા ગંભીર આક્ષેપો#BJPParty #ChaitarVasava #MansukhVasava #Aadiwasineta #Nirbhaynews pic.twitter.com/6vkZ4sStLs
— Nirbhaynews (@nirbhaynews1) December 7, 2025
મનસુખ વસાવાએ વધુમાં આરોપ લગાવતા કહ્યું કે, આવા ટ્રાઇબલ વિસ્તારમાં કોઈ કાર્યક્રમો થાય, રોડ-રસ્તાના કામો થાય, મનરેગાના હોય કે જંગલ ખાતા જેવા હોય કે ઉદ્યોગોના કામો હોય જેમાં કોઈ નાની મોટી ક્ષતિ રહી હોય ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓની ટિમ હોય છે. આ નેતાઓ કામની તપાસ માંગે, જે બાદ બધું કામ હાઈલાઈટ કરે અને તે બાદ એ મામલે તોડપાણી કરતા હોય છે. થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ડેડિયાપાડાની મુલાકાતે હતા. તેમાં 10 દિવસથી ફોરેસ્ટની તૈયારીઓ ચાલતી હતી. જેમાં સ્વાભાવિકપણે ખર્ચ થાય. ત્યાં એક આમ આદમી પાર્ટીના નેતાએ તપાસ મંગાવી અને અંતે તેમાં તોડ કરવામાં આવ્યો. ટ્રાઇબલ તાલુકાઓમાં આ પ્રકારની એ ટ્રાઇબલ નેતાની એક ટિમ ફરે છે અને આ જ કામ કરે છે. હજુ બીજા શું આરોપ લગાવ્યા મનસુખ વસાવાએ જુઓ વીડિયોમાં….
આ પણ વાંચો : Patan : ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં પાટણમાં AAP દ્વારા વિરોધ, જામનગર હુમલાના વિરોધમાં હોદ્દેદારો આવ્યા મેદાને