Mansukh Vasava on Chaitar Vasava : આપ નેતા ચૈતર વસાવા (Chaitar Vasava) આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશની (Bhil region) માંગ કરતા જોવા મળતા હોય છે. ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી વિસ્તાર સાથે જ મહારાષ્ટ્ર ,રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારને સાંકળીને ભીલપ્રદેશની માંગ કરી રહ્યા છે.ચૈતર વસાવા આદિવાસી સમાજના કાર્યક્રમમાં અને થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્રમાં યોજાયેલ આદિવાસી મહાસંમેલનમાં પણ ભીલપ્રદેશની માંગ કરી હતી.ત્યારે ભાજપ ના આદિવાસી નેતાઓ ભીલપ્રદેશની વાત નકારતા જોવા મળતા હોય છે. ત્યારે ભાજપ નેતા મહેશ વસાવાએ પણ ચૈતર વસાવાની વાતમાં સુર મિલાવ્યો હતો. તેમણે પણ ભીલપ્રદેશની માંગ કરી હતી. ત્યારે આજે મનસુખ વસાવાએ ભીલપ્રદેશ લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.
મનસુખ વસાવાએ ભીલપ્રદેશની માંગ ને લઈને શું કહ્યું?
મનસુખ વસાવાએ કહ્યું કે, ભીલ પ્રદેશની માગણી ખોટી છે. આદિવાસીઓના વિકાસને લઈને કામ કરવાની જરૂર છે. ભીલ પ્રદેશની માંગ કરતા નેતાઓ ભીલ પ્રદેશનો એજન્ડા જાહેર કરે, તેની રાજધાની જાહેર કરે, રાજસ્થાન વાળા કહે માનગઢ રાજધાની બનશે, મહારાષ્ટ્ર અને ગુજરાતવાળા કેવડીયાની રાજધાની જાહેર કરવા માંગે છે. ભીલપ્રદેશની માંગ કરતા નેતાઓ સમાજને ગુમરાહ કરી રહ્યા છે. નરેન્દ્ર ભાઈ આદિવાસીઓના વિકાસ માટે કામ કરી રહ્યા છે, અને ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ આદિવાસીઓના વિકાસ માટે કાર્ય કરી રહી છે. આદિવાસીઓના વિકાસ માટે શિક્ષણ ઉપર ભાર દેવો જોઈએ. મહેશ ભાઈએ ભીલપ્રદેશની માંગ કરી તે પણ ખોટી છે. ભીલપ્રદેશની માંગ કરતા બધી પાર્ટીના નેતાઓ પણ એક થઈ શકતા નથી. ભૂતકાળમાં પણ ભીલપ્રદેશની માંગ કરવામાં આવી હતી. ભીલપ્રદેશની માંગ કરતા નેતાઓ ખુદ સંગઠિત થતા નથી અને ખાલી પત્રો લખે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થશે ચૂંટણી