Manish Sisodia Judicial Custody Extended: તિહાર જેલમાં (Tihar Jail) બંધ AAP નેતા મનીષ સિસોદિયાને (Manish Sisodia) મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે (rouse avenue court) તેની ન્યાયિક કસ્ટડી (Judicial Custody) 15 જુલાઈ સુધી લંબાવી છે. CBI કેસમાં તેમની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે. આજે એટલે કે 6 જુલાઈએ તેમની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા બાદ, સીબીઆઈએ (CBI) તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યારબાદ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 15 જુલાઈ સુધી લંબાવી છે.
મનીષ સિસોદિયાને વધુ એક ઝટકો
CBIની ધરપકડ બાદ મનીષ સિસોદિયા ગયા વર્ષે 26 ફેબ્રુઆરીથી કસ્ટડીમાં છે. આ પછી EDએ તેની ધરપકડ પણ કરી હતી. આ પહેલા બુધવારે દિલ્હીની એક કોર્ટે મનીષ સિસોદિયા અને BRS નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી હતી. આ સાથે કોર્ટે EDને બે દિવસમાં આરોપીઓને ચાર્જશીટ અને દસ્તાવેજોની નકલો આપવાનો નિર્દેશ આપ્યો હતો.
મની લોન્ડરિંગ કેસમાં નવમી ચાર્જશીટ દાખલ
અગાઉ, EDએ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નવમી ચાર્જશીટ દાખલ કરી હતી અને વિનોદ ચૌહાણ નામના વ્યક્તિને આરોપી બનાવ્યો હતો. EDએ તપાસના ભાગરૂપે મે મહિનામાં ચૌહાણની ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે તાજી અને નવમી ફરિયાદ (ચાર્જશીટ) પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપીનું નામ વિનોદ ચૌહાણ છે.
#WATCH दिल्ली एक्साइज पॉलिसी मामले में दिल्ली के पूर्व उपमुख्यमंत्री और AAP नेता मनीष सिसोदिया को राउज एवेन्यू कोर्ट में पेश किया गया। pic.twitter.com/pPZDZt0Ith
— ANI_HindiNews (@AHindinews) July 6, 2024
આ નેતાઓની પણ કરી હતી અટકાયત
આ કેસમાં ED દ્વારા ધરપકડ કરાયેલ તે 18મો વ્યક્તિ છે. આ કેસમાં એજન્સીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ, BRS નેતા અને તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા અને ઘણા દારૂના વેપારીઓ અને અન્ય લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી.
શું હતું દારૂ નીતિ કૌભાંડ?
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે ‘દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22’ લાગુ કરી હતી. આ દારૂ નીતિના અમલીકરણમાં કથિત અનિયમિતતાની ફરિયાદો આવી હતી, જેના પગલે ઉપરાજ્યપાલે CBI તપાસની ભલામણ કરી હતી. આ સાથે દિલ્હીની એક્સાઈઝ પોલિસી પર સવાલો ઉભા થયા છે. જો કે, નવી દારૂની નીતિ પાછળથી તેની રચના અને અમલીકરણમાં ગેરરીતિઓના આક્ષેપો વચ્ચે રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : BJP Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે, ખેડૂતોને મળશે આ મોટી ભેટ