Junagadh: જુનાગઢના (Junagadh) ભાજપના (BJP) સાસંદ રાજેશ ચૂડાસમાં (Rajesh Chudasma) ફરી એક વાર ચર્ચામા આવ્યા છે જેનું કારણ તેમને જાહેરમાં આપેલી ધમકી છે. રાજેશ ચુડાસમાએ (Rajesh Chudasma) તાલાલામાં ભાજપના આભાર દર્શન કાર્યક્રમમાં ખુલ્લે આમ ધમકીઓ આપતા રાજકારણ ગરમાયું છે. જેમા તેમણે કહ્યં હતુ કે, ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આગામી પાંચ વર્ષમાં મને જે આ ચૂંટણીમાં નડ્યા છે એને મૂકવાનો નથી.ત્યારે રાજેશ ચુડાસમાની આ ધમકી મામલે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે.
રાજેશ ચૂડાસમાની ધમકી મામલે મનીશ દોષીની પ્રતિક્રિયા
જુનાગઢના (Junagadh) ભાજપના સાંસદે જે પ્રકારે જાહેરમાં હિસાબ કરવાની ચીમકી આપી. આ ભાષાએ હિંસાની ભાષાછે. ડર અને ભય ફેલાવવાની ભાષા છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ તે વિસ્તારની તમામ જનતાના જનપ્રતિનિધિ હોય શકે.ચૂંટણી ફેલાવવા માટે ડર અને ભય ફેલાવતી ભાજપા અને તેમના પ્રતિનિધિઓ અને ચૂંટાયા પછી પણ ડર અને ભય ફેલાવવાની માનસિકતા ધરાવતા ભાજપના પ્રતિનિધિ અને ભાજપાને પૂછવા માંગુ છેુ કે, શું આ ભાષા ભાજપાની સત્તાવાર ભાષા છે ? શું ભાજપા આ પ્રકારની જનપ્રતિનિધિઓને પ્રાથમિકતા આપવા માંગ છે? આ પ્રકારની ભાષા ગાંધી અને સરદારના ગુજરાતમાં યોગ્ય છે ?
મનીષ દોશીએ મુખ્યમંત્રીને જવાબ આપવા કહ્યું
વધુમાં તેમણે કહ્યુ કે, ડર અને ભય ઉભો કરને લોકોમાં જે પ્રકારનો સંદેશ આપવા માંગે છે તે ભાષાને ગુજરાતની સરકાર સત્તાવાર ભાષા ગણે છે. આ તમામ જવાબ ભાજપે આપવા પડશે. કેમકે આ ગાંધી સરદારનું ગુજરાત છે આ પ્રકારની ભાષા જાહેર જીવનમાં પણ ન હોઈ શકે અને એમનેમ પણ સ્થાન ન હોઈ શકે. આ અંગે સરકારના મુખ્યમંત્રીએ જુનાગઢની જનતાને જવાબ આપવો જોઈએ.
આ પણ વાંચો : chhotaudepur: ફિલ્મ ‘Maharaj’ ને લઈને વિરોધ યથાવત, વૈષ્ણવ સમાજ દ્વારા ફિલ્મને બેન કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું