જેટલી વખત વાઈબ્રન્ટ થયા ભાજપના મળતીયાઓને રોજગાર મળ્યો, ગુજરાતીઓને શું લાભ થયો તેનો હિસાબ ભાજપ આપે : Manish Doshi

July 11, 2024

Manish Doshi on unemployment: ગુજરાત સરકારના ( Gujarat government ) રોજગારીના (employment) મસમોટા દાવાઓ કરવામા આવતી હોય પરંતુ હકીકતમાં રાજ્યમાં બેરોજગારી (unemployment ) ચરમસીમાએ છે. આ વાસ્તવિકતાને ઉજાગર કરતો કિસ્સો ભરુચમાંથી (Bharuch) સામે આવ્યો છે. જેમાં એક ખાનગી કંપનીમાં નોકરીની 10 પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂ માટે હજારો યુવાનો પહોંચ્યા હતા. અને આ ભીડ એટલી ભારે હતી કે પડાપડી થવાના કારણે હોટેલની રેલીંગ તુટી ગઈ હતી. આ મામલે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે.

બેરોજગારી મુદ્દે મનીષ દોશીએ સરકાર પ્રહાર

મનીષ દોશીએ કહ્યું કે, ગુજરાતના સૌથી વધુ ઔધોગિક વિસ્તાર ધરાવતા ભરુચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં સિમિત જગ્યાઓ પર નોકરી માટે જે રીતે યુવાનો ઉમટી પડ્યા તે દર્શાવે છે કે, ગુજરાતમાં વિકાસ કઈ તરફ થઈ રહ્યો છે. બેરોજગારી આસમાને જઈ રહી છે. સરકારી નોકરીઓમાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાયછે. તે આપણે જોયું છે. તેમજ
પરીક્ષામાં ગેરરીતી થાય પેપર ફૂટે તે પણ આપણે જોયું છે. પણ ખાનગી કંપનીમાં જેમાં વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રુપિયાની ઈવેન્ટ થાય અબજો રુપિયાના મુડી રોકાણ આવે. અને લાખો રોજગારીની તકો સર્જાવાના મોટા મોટા દાવાઓ કરવામા આવે. તેની બદલે વાસ્તવિકતાતો કંઈક જુદી જ દેખાઈ રહી છે.

 નોકરીની ભરતી માટે પડાપડી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફતાનો નમૂનો

તેમણે કહ્યું કે, ભરૂચના અંકલેશ્વરમાં કંપનીમાં નોકરીની ભરતી માટે ઉમટી પડેલા બેરોજગાર યુવાનો ગુજરાતમાં ભાજપ સરકારની નિતી અને નિયતમાં મોટા પાયે ખોટ, મોંઘા શિક્ષણ પછી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફતાનો નમૂનો છે. અને સરકાર જે વારંવાર દાવોઓ કરે છે કે, કરોડો અબજો રુપિયાનું રોકાણ, રોજગારી ઉભી થશે તે દાવા સંપૂર્ણ પણે કાગળ પરના છે. કોંગ્રેસના શાસનમાં 80 ટકા સ્થાનિક રોજગારી આપવાનો જે કાયદો હતો તે રોજગારીના કાયદાનો પણ છેદ ઉડાડી દીધો. કરોડો રુપિયાના ટેક્સની માફી , અબજો રુપિયાની કિમતી જમીન બારોબર લેવાની અને કંપનીઓમાં જ્યારે ગુજરાતના યુવાન યુવતીઓને નોકરી પર લેવાની વાત આવે ત્યારે તેને ઠેગો બતાવવાની જે નિતી છે તે ફરી એક વખત સાબિત થઈ છે.

મનીષ દોશીએ સરકારને પડકાર ફેંક્યો

મનીષ દોશીએ સરકારને પડકાર ફેંકતા કહ્યુ કે, સરકારની નીતિ અને નિયત સાફ હોય તો સરકાર જાહેર કરે કે, ગુજરાતની કંપનીઓની સ્થાપના માટે વાઈબ્રન્ટ ગુજરાતના ઓથાળહેઠળ અબજો રુપિયાના કંઈ કંપનીને કેટલા લાભ આપ્યા આ કંપનીમાં ગુજરાતમાં કેટલી નોકરીઓનુ સર્જન કર્યું. તેમાંથી કેટલી નોકરીઓ આપવામા આવી અને તેમાંથી ગુજરાત અને ગુજરાતીઓને શું ફાયદો થયો તોનો જવાબ ભાજપ સરકાર આપે, જેટલી વખત વાઈબ્રન્ટ થયા ભાજપના મળતીયાઓને રોજગાર મળ્યો, જેટલી વખત વાઈબ્રન્ટ થયા કમલમની તીજોરી ભરાઈ તે બધું થયું પણ ગુજરાત અને ગુજરાતીઓને શું લાભ થયો તેનો હિસાબ ભાજપે આપવો જોઈએ.

આ પણ વાંચો : કહેવાતા ગુજરાત મોડેલ માટે અંકલેશ્વરમાંથી સામે આવેલા દર્શ્યો ખુબ જ ચિંતાજનક: યુવરાજસિંહ જાડેજા

Read More

Trending Video