Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ભડકી,કુકી-મેઇતેઈ સમુદાયો વચ્ચે ગોળીબાર, 5ના મોત, અન્ય ઘાયલ

September 7, 2024

Manipur Violence: મણિપુરમાંથી (Manipur) સતત હિંસાના ( Violence) અહેવાલો આવી રહ્યા છે. રાજ્યમાં આજે ફરી હિંસા ફાટી નીકળી છે જેમાં 5 લોકોના મોત થયા છે. જીરીબામ જિલ્લામાં આજે સવારે ફાયરિંગની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. તે જ સમયે, ટોળાએ ઇમ્ફાલમાં મણિપુર રાઇફલ્સ હેડક્વાર્ટર પર હુમલો કર્યો. આ દરમિયાન સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં 5 લોકો ઘાયલ થયા છે.

મણિપુરમાં ફરી હિંસા ભડકી

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રથમ ઘટના જીરીબામ જિલ્લામાં બની હતી, જે જિલ્લા મુખ્યાલયથી લગભગ સાત કિલોમીટર દૂર છે. શંકાસ્પદ પર્વતીય આતંકવાદીઓએ એક ઘર પર હુમલો કર્યો. આતંકવાદીઓએ અહીં એક વૃદ્ધને ગોળી મારી હતી. વૃદ્ધની ઓળખ કુલેન્દ્ર સિંઘ તરીકે થઈ હતી. તે ઘરમાં એકલો હતો.

કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે ગોળીબારમાં 4ના મોત

તે જ સમયે, જીરીબામમાં કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં 4 લોકોના મોતના સમાચાર છે. આ વિસ્તારમાં સવારથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. જેના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

ઈમ્ફાલમાં મણિપુર રાઈફલ્સના મુખ્યાલય પર ટોળાએ હુમલો કર્યો

બીજી તરફ, મોડી રાત્રે ટોળાએ ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વમાં મણિપુર રાઇફલ્સ હેડક્વાર્ટર પર હુમલો કર્યો. ગુસ્સે ભરાયેલ ટોળું સુરક્ષા દળો પાસેથી હથિયારો છીનવી લેવા માંગતું હતું. આ દરમિયાન સીઆરપીએફ જવાનોની સાથે પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. તેઓએ મોક બોમ્બ અને ટીયર ગેસના શેલ સાથે પેલેટ ગનથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળો અને ભીડ વચ્ચે આ ઘર્ષણ આખી રાત ચાલુ રહ્યું. જેમાં 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મણિપુરમાં 3 મે 2023થી હિંસા ચાલુ

તમને જણાવી દઈએ કે મણિપુરમાં 3 મે, 2023થી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે અનામતના મુદ્દે હિંસા ચાલુ છે. સરકારી આંકડાઓ અનુસાર, હિંસામાં અત્યાર સુધીમાં 226 લોકોના મોત થયા છે જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા છે. 65 હજારથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે.

આ પણ વાંચો : અમિત શાહે પાકિસ્તાન અને વિપક્ષી પાર્ટીઓ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું- જમ્મુ-કાશ્મીરના લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો

Read More

Trending Video