Manipur:900 આતંકવાદીઓ મ્યાનમારથી મણિપુરમાં પ્રવેશ્યા, ગુપ્તચર અહેવાલમાં દાવો

September 21, 2024

Manipur: ગુપ્તચર એજન્સીઓનો ( intelligence report ) દાવો છે કે મ્યાનમારથી લગભગ 900 આતંકવાદીઓ (900 terrorists) મણિપુરમાં (Manipur) ઘૂસ્યા છે અને તેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. આ વાતની પુષ્ટિ મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે (Kuldeep Singh) પણ કરી છે.

 કુકી આતંકવાદીઓના ખતરાને જોતા સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર

તેમણે કહ્યું કે કુકી આતંકવાદીઓના ખતરાને જોતા સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. મ્યાનમારને અડીને આવેલા પહાડી વિસ્તારોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિસ્તાર કુકી પ્રભુત્વ ધરાવે છે. શસ્ત્રોની દાણચોરી ન થાય તે માટે ભારત-મ્યાનમાર સરહદને સંપૂર્ણપણે સીલ કરવી પડશે. શસ્ત્રો અને યુદ્ધ શરૂ કરવા માટેની સામગ્રીઓ પુનઃપ્રાપ્ત કરવા માટે ગુપ્તચર માહિતી આધારિત કામગીરી કરવાની જરૂર છે.

મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ ગુપ્તચર અહેવાલને હળવાશથી લઈ શકાય નહીં. પ્રેસ કોન્ફરન્સમાં કુલદીપ સિંહે કહ્યું કે તેમને લાગે છે કે રિપોર્ટ 100 ટકા સાચો છે. જ્યાં સુધી તે ખોટું સાબિત ન થાય ત્યાં સુધી, અમે તેને 100 ટકા સચોટ માનીએ છીએ, કારણ કે કોઈપણ ઇન્ટેલિજન્સ ઇનપુટ તમારે 100 ટકા સચોટ હોવાનું માની લેવું પડશે અને તે માટે તૈયાર રહો.

મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર

ગુપ્તચર અહેવાલો અનુસાર, મ્યાનમારથી મણિપુરમાં પ્રવેશેલા કુકી આતંકવાદીઓ ખૂબ જ ખતરનાક છે અને તેઓ દરેક 30 સભ્યોના એકમોમાં હુમલો કરી શકે છે. ગુપ્તચર માહિતી અનુસાર મ્યાનમારના 900થી વધુ કુકી આતંકવાદીઓએ રાજ્યમાં ઘૂસણખોરી કરી હોવાની આશંકા વ્યક્ત કર્યા બાદ મણિપુરમાં એક મોટું સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 28 સપ્ટેમ્બર 2024 ની આસપાસ મેઇટેઇ ગામો પર કેટલાક સંકલિત હુમલાકરવાની અપેક્ષા છે.આ આતંકીઓને ડ્રોન આધારિત બોમ્બ, અસ્ત્ર, મિસાઇલ અને જંગલ યુદ્ધનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હોવાના અહેવાલ છે.

કુકી અને મૈતેઇ સમુદાયો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 226 લોકોનાં મોત

ઉલ્લેખનીય છે કે, મણિપુર છેલ્લા 16 મહિનાથી રાજ્યમાં હિંસાથી હચમચી ઉઠ્યું છે, પરંતુ સપ્ટેમ્બરની શરૂઆતમાં તાજેતરની હિંસાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ હુમલામાં ડ્રોન, મિસાઇલ અને આધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુકી અને મૈતેઇ સમુદાયો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 226 લોકોનાં મોત નીપજ્યાં છે, સેંકડો લોકો ઘાયલ થયા છે અને હજારોની સંપત્તિને નુકસાન થયું છે. ત્યારે ફરી એક વાર મણીપુરમાં મોટી ઘટના બને તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Rajkot માં સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક જ પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, આ કારણે ભર્યું પગલું

Read More

Trending Video