Mangrol gang rape case: સુરતના (Surat) માંગરોળમાં (Mangrol) થયેલા ચકચારી ગેંગરેપ કેસમાં (gang rape case) કોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે સાડાચાર મહિના પહેલાં, નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં ઝડપી ટ્રાયલ ચલાવી 130 દિવસમાં ચુકાદો આપ્યો છે.આ બંને આરોપીને સોમવારે સજાનું એલાન કરાશે. મહત્વનું છે કે, આ કેસમાં પોલીસે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું.
માંગરોળ ગેંગરેપ કેસમા બંને આરોપીઓ દોષિત
મળતી માહિતી મુજબ સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પે. પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જો વાત કરવામાં આવે તો નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો હતો. જણાવવામા આવી રહ્યુ છે કે, આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્ત્વની સાબિત થઈ છે. તેમજ પોલીસે જે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા તેને કોર્ટે માન્ય રાખ્યા છે. તેમજ કોર્ટમાં પીડિતાએ પણ આરોપીની ઓળખ કરી હતી. ત્યારે આ તમામ પુરાવાના આધારે કોર્ટે આજે બંને આરોપીઓને દોષીત જાહેર કર્યા હતા. હવે સોમવારે કોર્ટ આ બંને આરોપીઓની સજાનું એલાન કરશે.
શું બની હતી સમગ્ર ઘટના
સમગ્ર ઘટના વિશે વાત કરવામા આવે તો સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8 ઓક્ટોબરે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી આ દરમિયાન ત્યાં ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા અને અહીં કેમ ઊભાં છો? એમ કહીને તેમને ધમકાવ્યા હતા તે બાદ તેમને માર મારીને તેમના મોબાઈલ લઈ લીધા હતા. જે બાદ તરુણ અને સગીરા બંનેનાં કપડાં ઊતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા અને આ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી આરોપીઓએ સગીરાને પોતાની સાથે શરીરસંબંધ બાંધવા દબાણ કર્યું હતું, જો કે, સગીરા અને તેના મિત્રએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સગીર છોકરી પડી ગઈ, ત્યારે આરોપીઓએ તેને પકડી લીધી અને શેરડીના ખેતરમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ બાદ સગીરાએ બૂમાબૂમ કરતાં આસપાસનાં ગ્રામજનો એકત્ર થયાં હતા જેથી આરોપીઓ ડરીને ત્યાથી ભાગી ગયા હતા.
15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ તૈયાર કરી
આ કેસમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું આ કેસમાં પોલીસ દ્વારા માત્ર 15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી.
આ પણ વાંચો : Surat: વરાછામાં અસામાજિક તત્ત્વોએ મચાવ્યો આતંક, સામાન્ય બાબતે કારમાં સવાર માતા-પુત્ર પર કર્યો હુમલો