Mallikarjun Kharge met PM Modi: મલ્લિકાર્જુન ખડગેએ એવું તો શું કીધું કે PM મોદી ખડખડાટ હસી પડ્યા?

December 6, 2024

Mallikarjun Kharge met PM Modi: આજ રોજ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની (Baba Saheb Bhimrao Ambedkar) 69મી પુણ્યતિથિ નિમિત્તે સંસદ ભવનના (Parliament) લૉનમાં મહાપરિનિર્વાણ દિવસ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની પુણ્યતિથિ પર ભાવુક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જ્યારે આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતાં તમામ નેતાઓએ તેમના આદર્શોને અનુસરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ દરમિયાન પીએમ મોદી અને ખડગેએ એકબીજાને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સંસદ સંકુલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે સંસદ સંકુલમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પીએમ મોદી અને ખડગે વચ્ચેની સૌહાર્દપૂર્ણ મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું

સંસદ ભવનના લૉનમાં આયોજિત 69મા મહાપરિનિર્વાણ દિવસ કાર્યક્રમમાં ઘણા અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અને ખડગે વચ્ચેની સૌહાર્દપૂર્ણ મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બંને નેતાઓએ ઉષ્માભર્યા હાથ મિલાવ્યા અને સ્મિત સાથે વાત કરી હતી. આ વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદીનો હાથ પકડીને હસતા જોઈ શકાય છે. બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છે અને વચ્ચે હસી પણ રહ્યા છે.આ વિડિયોમાં બંને એકબીજા સાથે હસી-હસીને વાત કરી રહ્યા છે. આ વીડિયોમાં પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા સ્પીકર ઓમ બિરલા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ પરથી મળી આવ્યા નોટોના બંડલ, ગૃહમાં હોબાળો

Read More

Trending Video