Malaika Arora Father Death:મલાઈકા અરોરાને લઈને દુખદ સમાચાર આવી રહ્યા છે.અભિનેત્રીના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરાના પિતાએ બાંદ્રામાં પોતાના ઘરના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે, આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર બાદ મલાઈકા અરોરા મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ છે. હાલમાં અભિનેતાના પિતાના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ કરી આત્મહત્યા
અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આજે સવારે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સવારે 9 વાગ્યે બની હતી. અનિલે બાંદ્રા સ્થિત પોતાના ઘરેથી કૂદીને આત્મહત્યા કરી હતી.જો કે આમ કરવા પાછળના કારણો હજુ જાણવા મળ્યા નથી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
અભિનેત્રી મુંબઈ જવા રવાના
જ્યારે મલાઈકાને તેના પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે પુણેમાં હતી. માહિતી મળતાં જ તે તરત જ મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી.
અનિલ અરોરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અનિલ અરોરાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલાઈકા હોસ્પિટલમાં માતા જોયસ સાથે જોવા મળી હતી. જો કે તેની સારવારનું કારણ જાણી શકાયું નથી.