સુરતમાં ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું, કેટલાંક શખ્સોએ ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલી દીધી

September 21, 2024

Surat: છેલ્લા કેટલાક સમયથી દેશમાં રેલ્વે ટ્રેક સાથે ચેડા કરવાની ઘટનાઓ સામે આવી રહ છે ત્યારે આજે ફરી એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સુરત (Surat) નજીક વડોદરા (Vadodara) જિલ્લામાં ટ્રેનને ઉથલાવવાના કાવતરાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના આજે સવારે 5.40 કલાકે બની હતી. ટ્રેક પર ફિશ પ્લેટ ખોલ્યા બાદ ચાવીઓ બાજુમાં ફેંકી દેવામાં આવી છે. આમ સમયસર માહિતી મળતા મોટી દુર્ઘટના ટળી હતી. હાલ ટ્રેકનું સમારકામ કરીને માર્ગ ખુલ્લો કરાયો છે.

શું છે સમગ્ર મામલો?

સુરત નજીકના કીમ સ્ટેશન પાસે ટ્રેનને ઉથલાવવા માટે ટ્રેક પરની ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી દેવામાં આવી હતી, પરંતુ ચાવીવાળાની બુદ્ધિમત્તાને કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. આજે સવારે લગભગ 5 વાગ્યે, જ્યારે રેલ્વેના કીમેન સુભાષ કુમાર ટ્રેકનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે તેમણે જોયું કે ટ્રેક પરની ફિશ પ્લેટ ખોલી દેવામાં આવી હતી અને ચાવીઓ બાજુ પર ફેંકી દેવામાં આવી હતી.પરંતુ ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ કીમેને કીમેન સુભાષ કુમારને સમયસર એલર્ટ કરી દીધા હતા. તરત જ સ્ટેશન માસ્ટર અને આરપીએફને ઘટનાની જાણ કરતા રેલવે પ્રશાસન પણ તરત જ એક્શનમાં આવી ગયું હતું અને રૂટ પરની ટ્રેનોની કામગીરી ખોરવાઈ ન જાય તે માટે ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું હતું.

સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ ઘટના આજે સવારે બની હતી. જ્યારે ટ્રેક મેન સવારે 5:40 વાગ્યે ટ્રેકનું નિરીક્ષણ કરવા ગયો, ત્યારે તેણે જોયું કે ટ્રેક પર ફિશ પ્લેટ ખોલવામાં આવી હતી અને ચાવીઓ બાજુ પર ફેંકી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ સ્ટેશન માસ્ટર અને આરપીએફને કરવામાં આવી હતી. ટ્રૅકનું શક્ય તેટલું જલદી સમારકામ કરવામાં આવ્યું હતું, જેથી ટ્રેનોનું સંચાલન બંધ ન થાય. રેલવેના જણાવ્યા અનુસાર સમયસર માહિતી મળવાને કારણે ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી જેથી મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચો :  Narmada ના રાજકારણ ફરી ગરમાવો, ચૈતર વસાવાના આક્ષેપનો મનસુખ વસાવાએ આપ્યો સણસણતો જવાબ

Read More

Trending Video