Uttar pradesh bus accident : ઉત્તર પ્રદેશના (Uttar pradesh) સિદ્ધાર્થનગર (Siddharthnagar) જિલ્લામાં શુક્રવારે સાંજે લગભગ 6 વાગ્યે એક મોટો અકસ્માત (accident) થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં લગભગ 22 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. આ દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
53 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નાળામાં ખાબકી
જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 53 ભક્તોથી ભરેલી બસ બલરામપુરના દેવીપાટન મંદિરથી મુંડન કાર્યક્રમ બાદ સિદ્ધાર્થનગર પરત ફરી રહી હતી. આ દરમિયાન ચારિગહવા નાળા પાસે સાયકલ સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બસ કાબુ બહાર નીકળી ગટરમાં પડી હતી. આ પછી હોબાળો મચી ગયો હતો.
#SP_SDR @prachiIPS द्वारा थाना ढ़ेबरुआ क्षेत्रान्तर्गत चरगहवा नाले के पास बस के दुर्घटनाग्रस्त हो जाने की सूचना पर घटनास्थल का निरीक्षण किया गया तथा राहत बचाव के कार्यो का निरीक्षण कर सम्बन्धित को आवश्यक दिशा-निर्देश दिया गया।#UPPolice #siddharthnagpol pic.twitter.com/9HVohbXuxH
— Siddharthnagar Police (@siddharthnagpol) October 18, 2024
અકસ્માતમાં આ ત્રણ લોકોના મોત
નજીકમાં રહેતા ગ્રામજનોએ તાત્કાલિક પ્રશાસનને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી. થોડીવાર પછી પોલીસ-પ્રશાસનની ટીમ આવી અને બસને નાળામાંથી બહાર કાઢવા માટે ક્રેન બોલાવી. આ સમય દરમિયાન, સાયકલ સવાર મંગનીરામ (50) અને 65 વર્ષીય ગામા સાથે બસની અંદર બેઠેલા 14 વર્ષના અજય શર્માનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં 22 લોકો ઘાયલ થયા છે. જેની સારવાર બધની પીએચસીમાં ચાલી રહી છે.
આ પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમાં AAP નેતા સત્યેન્દ્ર જૈનને મળ્યા જામીન, 18 મહિના બાદ આવશે જેલની બહાર